Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 102
________________ ૧૯૧ ૧૯૨ સાંઠગાંઠ હોવી જોઈએ. બારાકોટાની સ્કૂલમાં મુકામ હતો. સવારનો સમય. સ્કૂલની નીચી ઓસરી પર આસન. એક રૂમ મળી હતી. દરવાજેથી બહાર નીકળતા જ પગ થંભી ગયા. સ્કૂલનાં મેદાનમાં સાપ સજોડે ફરતો હતો. મોર્નિંગ વોક લેવા નીકળ્યા હશે. છૂટું છવાયું ઘાસ પથરાયું હતું. સાવચેતીથી સરકતા એ ઈંટોના ઢગલા પાસે આવ્યા. બન્ને વચ્ચે કોઈ મસલત થઈ. પતિપત્ની સાથે ફરવા નીકળે તો ઘેર જતી વખતે પતિદેવ દૂધ લેવા આગળ નીકળે તેમ મોટો સાપ આગળ ચાલ્યો. બીજો નાનો સાપ કે સાપણ એક છોડવા નીચે ગાયબ. ઓસરીના છેવાડે, તડકો ન આવે ને હવા આવે એવી જગ્યાએ ચટાઈ બિછાવેલી ત્યાં એક નવો સાપ ડોકાયો. એ લાંબો હતો. અદાબહાર (ફરી વાંચો : અદાબહાર) ચાલનો અજીબ લય. પાણીમાં રેશમી દોર તણાતી હોય તેવા મુલાયમ વળાંક, થોડી થોડી વારે અટકે, પાછળ જુએ. ભીંત ઉપર ચડવા જાય તો ઊંધે માથે પટકાય. શરીરનો નીચલો સફેદ ભાગ ઉપર આવી જાય. પલટી મારીને ભાગે. ગુજરાતીમાં ચારનો આંકડો લખીએ એવા આકારમાં આંટી મારી પડ્યો રહે. ઝાંખરામાં ગરક થાય ને ડોકાય. એ ગયો ત્યાં ફરી બૂમ પડી : એય સાપ. પેલી તરફ મોટો કાળોતરો નીકળ્યો હતો. બે દિવસ પહેલા સવારમાં જ ભારે વરસાદ થયો તેથી ચાલ વિહારે એક સ્કૂલમાં અટકવું પડ્યું. ત્યાં મદારી પણ વરસાદથી બચવા બેઠો હતો. એણે અજગર, અહિરાજ, નાગ અને સાપ બતાવ્યાં હતાં. અજગરનું બન્યું હતું તોય તેનું મોટું બકરીના બચ્ચા જેવડું મોટું. આપણા હાથની આંગળી જેવી લાંબી જીભ ફફડાવે, મદારીએ એના ઝીણા દાંત પણ બતાવ્યા. જાણે દંતશૂળની સોય. બીજો હતો અહિરાજ. એને પોતાના જાતભાઈનો શિકાર કરવાની ભૂંડી આદત, ખાખી રંગ જેવી કાળાશ. પૂંછડી વધારે પડતી લાંબી. ત્રીજો તો કાળાધોળા ચટ્ટાપટ્ટાવાળો હતો. વાધ અને ઝીબાના શરીર પર હોય છે તેવી રીતે શરીર પર કાળા પટ્ટા અને સફેદ પટ્ટા. જો કે સાપની રંગયોજના અલગ હતી. લાંબુ શરીર પહોળું નહોતું. મોટું કાળા રંગવાળું અને શરીરનો છેડો ધોળારંગવાળો. ચાર ચાર આંગળના કાળા અને ધોળા ટુકડાઓ જોડ્યા હોય તેવો દેખાવ. તેની ધોળી પૂંછડીમાં ડંખનો કાંટો હતો. જેને મારે તે ગયો. મદારીએ તે હવામાં લટકાવ્યો તો ગજબનાક ત્રિભંગી કરવા લાગ્યો. નાગ ત્રણ હતા. સૌથી મોટા નાગની ફણા તો સૂપડા જેવી, મદારીએ તેને ખીજવ્યો. તેણે ડંખ મારવા તરાપ મારી. નિષ્ફળ. રસ્તામાં તો ઘણી જીવંત સાપો મળતા. એક જખમી સાપ રસ્તે પડ્યો હતો. નવકાર સંભળાવી દાંડાથી એને ખસેડ્યો. ગાડી નીચે મરે નહીં, તેવી ભાવના. આ નાનકડો તો સામો થયો. અંગૂઠા જેવડા એનાં મોઢા પર લાલપીળા ભડકા રીતસર વર્તાયા. માણસ ગુસ્સે થાય ત્યારે લાલપીળો થઈ ગયો એમ કહેવાની રૂઢિ છે. માણસ તો હકીકતમાં માત્ર લાલચોળ જ થાય છે. લાલ થવું ને પીળા થવું એ માણસને સાધ્ય જ નથી. ગુસ્સામાં માણસ લાલ થાય છે અને પછી ગુસ્સો ઉતરે ત્યારે પોતાના હાથે શું વેતરાયું છે તે જોઈને પીળો પડી જાય છે. આ સાપ તો લાલપીળો થઈને કરડવા આવ્યો. એના શરીરે જખમ હતા એટલે ગતિ ન આવી. એટલામાં અમારો આદમી આવી પહોંચ્યો. એણે ખેતરમાં મૂકી દીધો ઘાયલ સાપને. બીજો સાપ તો ખૂબ મોટો હતો. ઘાયલ સુદ્ધા નહોતો. પોતાની ધૂનમાં રોડ પરથી નીકળ્યો. મારા પગથી માત્ર એક હાથ આગળ. પાછળથી ટ્રકનો અવાજ આવ્યો. આ મહાસર્પ મરવાનો, એના વિચાર માત્રથી કંપારી છૂટી. એના પર તરાણીનું પાણી નાંખ્યું. પાણી છાંટીએ તો સાપ ગૂંચળું વળી જાય. એના ગઠ્ઠાદાર શરીરને રોડની નીચે માટીમાં હડસેલ્યું. ખલાસ. એવો છંછેડાયો. સીધો ડંખ દેવા લાગ્યો. પણ એના ડંખ રોડને વાગતા હતા. મારા પગ એનાથી અડધી વેંત જ દૂર હતા. એક પણ ડંખ મને ન લાગ્યો. આજે એ ઘટના પર વિચાર કરું છું તો આશ્ચર્ય થાય છે. આવડો મોટો સાપ આટલી નજીકમાં ઊભેલી વ્યક્તિને ડંખવાને બદલે રોડ પર ડંખ માર્યા કરે તે માનવામાં આવતું નહોતું. આ ઘટનાને ચમત્કાર માનવા મન તૈયાર નથી. ચમત્કાર તો લોકોત્તર ઘટના છે. આપણા જેવા પામરને એ જોવા ન મળે. એ મહાસર્પ આંધળો હશે. એટલે જ રોડ પર આવ્યો અને એટલે જ ડંખી ના શક્યો. ખેર. એનેય સંભાળીને ખેતરમાં નંખાવ્યો. એક વાત નક્કી છે કે એનો ડંખ વાગ્યો હોત તો બચવાનું શક્ય નહોતું. એ ઝેરીલો સાપ હતો. તિર્યંચ સ્પર્શનાની આલોચના આવવાની તેય પાકું

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107