Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 24
________________ ૩૫ ૩૬ થાકેલાને બેસાડવાનું તને યાદ ન આવ્યું. અમે લૂંટારા કે ચોર હોઈએ તેવી રીતે તે ચીસો પાડી. સારું નથી આ. સાધુઓ જગ્યા જોઈને નથી રહેતા, જગ્યા આપનારનો પ્રેમ જોઈને રહે છે. તે ગુસ્સો કર્યો એ બરાબર નથી થયું. જઈએ છીએ. એણે બહાનાં કાઢયાં. એનું બૈરું કહે : અહીં પહેલાં ઘણા સાધુઓ રહેલા છે. વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા. અમે નીકળી ગયા. બીજા ત્રણ કલાક ચાલ્યા ત્યારે મુકામ મૂળ્યો. સાંજે ફરી વિહાર કર્યો. આજે ત્રણ વિહાર થયા. એક દિવસ બચ્યો. નિશાળમાં અમે રાત રહ્યા હતા. વહેલી સવારે વિહાર કરવાની ધારણા હતી. રાતે મકાનમાં બંધ બારી બારણા પર ઠંડીનો પડદો પડ્યો. ભીંતો પરથી હિમ ઓગળવા માંડ્યું. જમીનમાંથી ઠાર બહાર નીકળ્યો. છાપરું ક્યારનું બેહોશ પડ્યું હતું. વસ્ત્રોના થરમાંથી ઠંડી શરીર પર ઉતરવા માંડી. ઓઢેલા કપડાંના તાંતણેતાંતણામાં બરફના રેસા ગૂંથાયા. સંથારો પાથરેલો તેની નીચે બરફની પાટ હોય તેવું લાગતું હતું. પગ જમીન પર પડે ને સમસમતો શિયાળો ચંપાય તેવી હાલત હતી. કપડાના છેડા પારકા બનીને ગમે ત્યારે તીખી ઠંડક ચામડી સાથે પર ઝીંકાતા. ચોંકી જવાતું. સવારે મોડેથી નીકળ્યા. ખડગપુરની કૉલેજમાં રહેવાનું હતું. લાંબો વિહાર થયો. ચાર કલાકે પહોંચ્યા. આગળનો મુકામ દૂર હતો. ચાલવાનો હવે સવાલ નહોતો. મકાનમાં આવ્યા. ઈમારતની પાછળ ઉતારો હશે તેમ સમજીને ત્યાં ગયાં તો વોચમેને ત્રણ હજાર માણસો સાંભળે તેવો બરાડો પાડ્યો. અમારી તો આખા મહિનાની ઠંડી ઉડી ગઈ. વિચિત્ર ભાષામાં બબડતો એ ઈમારત તરફ ભાગ્યો. એનું બૈરું નાક ફૂલાવી અમને જોવા માંડ્યું. ત્યાંથી પાછા અમે પણ વોચમેનની પાછળ ગયા. જોયું તો એ વિદ્યાર્થીઓને ઊંચા અવાજે કહેતો હતો કે, કે આગળ શું લખું ? લખતાં હાથ નથી ચાલતા. એ વિદ્યાર્થીઓને ઠપકો આપતો હતો. અમને એની રૂમ સુધી મોકલવાની ભૂલ કરનારા વિદ્યાર્થીઓ પર એ ગુસ્સે ભરાયો હતો. અમારા માણસોએ કહ્યું કે આપણી માટે રૂમ નથી ખૂલી. રૂમ ખોલવાની હતી તો વોચમેને જ, એ બરાડતો હતો. વિદ્યાર્થીઓ તો અજાણ હતા, તે બધા પોતાની રૂમોમાં હૉસ્ટેલનું ભાડું ચૂકવી રહેતા હતા. તાળાવાળા ઓરડા હતા તેની ચાવી વોચમેન પાસે હતી. તે સમજી શકાતું હતું. એ તો આડો ફાટ્યો હતો. અમારા માણસોને બોલવાની ના પાડી. ચૂપચાપ ઓસરીમાં બેઠા રહ્યા. અહીં જ રહી જાત તો વાંધો નહોતો. રૂમની જરૂર નહોતી. પણ વોચમેને અવળો દાખડો કર્યો હતો. અમે રૂમની વાત જ ન કાઢી એટલે એ ઘરભેગો થયો. નક્કી કર્યું કે હમણાં જ આગળ નીકળવું. તૈયાર થયા પછી એને બોલાવી કહ્યું : અમે અહીં રહેવાના હતા. થાકેલા છીએ. આરામ કરવો હતો. તે બૂમાબૂમ કરી એટલે જઈએ છીએ. બીજા કોઈ સાધુ સાથે આવું કરતો નહીં. તારા પ્રિન્સીપાલને સમાચાર આપજે. પોષ સુદ બીજ : ઢંઢ આજે કાકંદ આવ્યા છીએ. ધર્મશાળામાં ઉતરવાની સગવડો નથી અપાતી, તેવું સાંભળ્યું હતું તેથી ઢંઢ ગામમાં, સિંચાઈ વિભાગના જૂના મકાનમાં ઉતારો લીધો. દર્શન કરવા નીકળ્યા ત્યારે તીર્થની પ્રીતિની સાથે તીર્થસંચાલકો માટે પૂર્વગ્રહ હતો. કાકંદ ગામડું છે પણ શ્રી સુવિધિનાથ ભગવાનનાં ચાર કલ્યાણકની ભૂમિ છે. એ જમાનામાં તે કેવું હતું તે ત્રિષષ્ટિમાં વાંચવા મળે છે. અહીં ચાલતા રહેતાં સંગીતના અવાજથી ખેચરદેવીઓ આભવચાળે અટકી જતી. આજે બગડેલાં સ્પીકરોમાંથી તરડાયેલા સૂરો ફૂટતા હતા. ખેચરદેવી આવતી હોય તો સાંભળીને ભાગી જાય. તે નગરીમાં યાચકોને ગુરુનું ગૌરવ મળતું. તેમને દૂરથી ઓળખી લેવાતા, આવકાર મળતો, ઉચિત અર્થનું દાન અપાતું. આજે આખું ગામ ગરીબીમાં ડૂબેલું છે. સારું ઘર, સમ ખાવા પૂરતુંય ન મળે. ભાંગ્યા તૂટ્યા રસ્તે, ખેતરોમાંથી થઈને ઘણું ચાલ્યા. પ્રભુનું ધામ હવે દેખાયું. આખાય સંસારમાં સિદ્ધશિલા અલગ તરી આવે તેમ ગામડામાં તે નોખું જણાતું હતું. ભવ્ય શિખર, અણનમ ધ્વજદંડ, શિલ્પબદ્ધ આકાર. મકાનો વચ્ચેથી પસાર થઈને પ્રભુના દરબારમાં પહોંચ્યા. ભાવથી દર્શન કર્યા. રોજ દર્શન કરવા ન મળે, ને દર્શન કરવા મળે તે તીર્થમાં જ મળે તેવા દુઃખસુખભર્યા વિહાર તે પૂર્વભારતની વિશેષતા. મૂળનાયક પ્રભુની બંને બાજુ પ્રતિમાજી.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107