Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 65
________________ ૧૧૭ ૧૧૮ તે જ સવાલ હતો. બધું જ લેવું હતું અને કશું જ છોડવું નહોતું. બંનેય અશક્ય હતું. કેમકે એ આકાશ હતું. રામાયણનું અનંત આકાશ. ચૈત્ર વદ તેરસ : શ્રાવસ્તી શ્રાવસ્તી આવવાનું નક્કી નહોતું. લગભગ તો નહોતું જ આવવાનું. લાંબો ફેરો થાય છે એટલે કોઈ શ્રાવસ્તી નથી આવતું. આખા વરસમાં માંડ ચારસો યાત્રિકો થતા હશે. એ લઘુમતિઓમાં અમે ઝૂકાવ્યું. આજે અહીં આવી પહોંચ્યા. કલ્યાણકભૂમિ તો દૂર છે. નવું દેરાસર રોડ પર છે. ધર્મશાળામાં ઉતર્યા. સાંજે કલ્યાણક ભૂમિ જુહારવા નીકળ્યા. અસંખ્ય પુરાતન અવશેષોથી આચ્છન્ન વિસ્તાર સહેઠ અને મહેઠ તરીકે ઓળખાય છે. સહેઠ-મહેઠ બંને વચ્ચે દોઢ કિલોમીટરનું અંતર છે. સહેઠનું સંપૂર્ણ સંકુલ આરક્ષિત છે. વગર ટિકિટ જોવા ન મળે. સૂર્યાસ્ત પછી દરવાજા બંધ થઈ જાય. અમે સમયસર પહોચેલા. બૌદ્ધ ધર્મના સ્તૂપો અને વિહારોની ભીંતો લીલાકુંજાર ઉદ્યાનમાં ચૂપચાપ ઊભી હતી. દરેક ઢાંચા આગળ સરકારી બોર્ડમાં તેનો પરિચય આપેલો. એક નામ વારંવાર આવતું. અનાથ-પિંડક. એ ધનકુબેર હતો. એણે ગૌતમબુદ્ધને શ્રાવસ્તીમાં ચોમાસું કરવા વિનંતી કરી. બુદ્ધે તેને યોગ્ય મઠ બાંધવા કહ્યું. અનાથપિડકે રાજા પ્રસેનજિતના પુત્ર જેતકુમાર પાસેથી આ ઉદ્યાન માંગ્યું. રાજકુમારે જમીનને સોનામહોરથી ઢાંકી દીધી. એની આ ભાવનાથી પ્રભાવિત થઈને ગોતમબુદ્ધ અહીં સળંગ ચોવીશ ચોમાસા કર્યા. શ્રાવસ્તી ત્યારથી બૌદ્ધધર્મનું પ્રમુખ કેન્દ્ર બની. આજે અહીં કોરિયા, થાઈલેન્ડ, ચીન, જાપાન, શ્રીલંકાનાં બુદ્ધમંદિરો છે, તે અનાથપિંડકવાળાં ઉદ્યાનની યાદમાં જ ઊભાં થયાં છે. બૌદ્ધ અનુયાયીઓના પ્રચંડ પ્રચારતંત્રને લીધે આપણા ધર્મનું કોઈ મહત્ત્વ અહીં દેખાતું નથી. સહેઠના અવશેષો સાથે બૌદ્ધધર્મનો સંબંધ છે ને કદાચ, એટલે જ એની સારસંભાળ પૂરેપૂરી લેવાય છે. આપણા ભગવાનનું એક માત્ર સ્મારક મહેઠમાં છે તે સાવ ખંડેર છે. મહેઠનો કિલ્લો પસાર કર્યો ને તુરંત પ્રભુ સંભવનાથદાદાની જન્મભૂમિ આવી. એ મંદિરની બહાર પણ પુરાતત્ત્વવાળાનું બોર્ડ છે. મંદિર સાવ ખુલ્લું પડ્યું છે. વાડનું સંરક્ષણ નથી મળ્યું. અતિશય જૂની ઈંટોથી ચણાયેલી ભીંતોમાં ગાબડાં પડ્યાં હતાં. ગર્ભગૃહની ભીંત હતી જ નહીં. ગર્ભગૃહની ઉપરનો ગુંબજ, ઉધઈથી ખવાયેલાં લાકડાની જેમ અડધો બચ્યો હતો. લોખંડના ટેકા મૂકીને એને આધાર આપવામાં આવ્યો હતો. સુરંગ ફૂટી હોય ને તેમાં કૂરચા થઈ ગયા હોય તેવા મંદિરના દેદાર હતા. ભીંતોને રંગકામ નહોતું થયું, થવાનુંય નહોતું. અહીંના અવશેષોમાં સૌથી વિશાળ બાંધકામ આ મંદિરનું છે. અલબત્ત એક થાંભલો પણ બચ્યો નથી. છતાં જમીનમાં જડાયેલી ભીંતોની લંબાઈ પરથી વાસ્તુની ભવ્યતાનો અંદાજ અચુક આવે છે. પર્વમાંથી પ્રવેશદ્વાર, ભવ્ય રંગમંડપ અને તે પૂર્વે શૃંગારચોકી. ગર્ભગૃહની પાસે નાનો રંગમંડપ. પ્રદક્ષિણાનો ઓટલો પણ ખરો. આ બધું જ માત્ર જમીનથી થોડાક ફૂટ ઉપર ટકેલી ઈંટાળવી ભીંતો પરથી સમજાતું હતું. દેખાતું કશું નહોતું. ભગવાનની મૂર્તિ તો હોય જ ક્યાંથી ? ખોદકામ વખતે મૂર્તિઓ નીકળી હતી તે લખનૌ મ્યુઝિયમમાં ચાલી ગઈ છે. ભગવાનને ખૂબ યાદ કર્યા. જન્મકલ્યાણકની પાવનક્ષણો જયાં ઉજવાઈ હતી તે ભૂમિનો ખાલીપો અતિશય અસહ્ય હતો. આખું બાંધકામ આજે પુરાતત્ત્વ ખાતાવાળાના કબજામાં છે. એ લોકો અવશેષોને યથાવતું સાચવી રાખે છે. એનો મતલબ એ જ થયો કે “મારા ભગવાનની જન્મભૂમિ આવી જ ભેંકાર રહેશે. એની પર આરસનો ઢોળ કદી નહીં ચડે. એનાં ગર્ભગૃહને ચાંદીના દરવાજા નહીં લાગે, અખંડ દીવાની જયોત અહીં નહીં જલે, આરતીમંગલદીવાનો ઘંટનાદ કે શંખધોષ નહીં ગુંજે અહીં, અષ્ટપ્રકારી પૂજા કે સ્નાત્રપૂજાનો આડંબર અહીં નહીં થાય, નકશીદાર કોતરકામની સ્વપ્નસૃષ્ટિ અહીં નહીં સર્જાય. કેટલી બધી ક્રૂર હકીકત ? જયાં છપ્પન દિકુમારી આવી હતી ને ઇન્દ્રમહારાજ પધાર્યા હતા ત્યાં સરકારી કાયદાને લીધે મોટીશાંતિ સમેત શાંતિકળશનો વિધિ સુદ્ધાં નહીં થાય. આ પાવનભૂમિ પર જંગલી વરસાદ ઝીંકાયા કરશે, તોફાની વાયરા અથડાયા કરશે, ધૂળના થર ચડશે ને એમાં સળો પડશે. કરોળિયા ગર્ભગૃહની ભીંત પર જાળાં ગુંથ્યા કરશે. રાની પશુઓની ઉદંડ અવરજવર થતી રહેશે. મારા ભગવાનની ભૂમિ પર મારા ભગવાનની મૂર્તિ હવે કદી નથી બિરાજવાની.' ખામી નહીં મુજ ખિજમતે એમ સ્તવનમાં ગાવાનું હવે છોડી દેવું પડશે. ભગવાનની જનમભૂમિ જયાર સુધી સરકારના કાયદામાં કેદ છે ત્યાર

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107