Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 82
________________ ૧૫૧ ૧૫૨ ભાદરવા સુદ ૪ સુધી હોય. દિગંબરોનાં પર્યુષણ ભાદરવા સુદ ૪થી ભા. સુ. ૧૪ સુધી હોય. આપણાં પર્યુષણમાં દિગંબરોને માત્ર ત્રણ કલાક પૂજા કરવા મળે. સવારે થી ૯. બાકીનાં ૨૧ કલાક આપણા ગણાય, તો એમનાં પર્યુષણમાં આપણને ત્રણ કલાક પૂજા કરવા મળે. થી ૯. બાકીના ૨૧ કલાક એમના. આમ આપણે મહિનાના ત્રીજા જેટલો ભાગ પૂજાનો સમય ગુમાવ્યો. દિગંબરોને તો ગુંજે ભર્યું તે સોનું જ હતું, જે મળે તે મફતમાં ઝૂંટવવાનું હતું. અલબત્ત, બન્ને પક્ષને દર્શન કરવાની છૂટ હતી જ. વિ. સં. ૧૯૬૨માં બંને પક્ષની મિટીંગ થઈ કારંજામાં, ત્યારે નવો નિયમ ઘડાયો. દિવાળી અંગે દિગંબરોને આ. વ. ૧૪ના ૨૧ કલાક મળ્યા, આપણને આસો વદ અમાસના ૨૧ કલાકે મળ્યા. કુલ મળીને ૧૧ દિવસો પર દિગંબરોએ હક જમા કર્યો. પર્યુષણા સંબંધી ૧૦, દિવાળી સંબંધી ૧. આપણે રાજી હતા. ઝઘડો ટાળવા માટે બાંધછોડ કરી, તેથી સમાધાન થયું તેનો સંતોષ હતો. વિ. સં. ૧૯૬૪ મહા સુદ બારસે સમાધાન અને સંતોષની પોકળતાએ અવાજ ઉઠાવ્યો. પોળકર કેસની ભૂલે હથોડો ઝીંકયો. | દિગંબરોએ કટિસૂત્ર, કંદોરા વગેરેને લોઢાનાં ઓજારથી કોતરી નાંખ્યા. ભગવાનની પૂજાનો હક હતો તેનો ઉપયોગ કરીને તેમણે મૂર્તિને નુકશાની કરી. આનાથી એમને બે નુકશાની થઈ. એક શ્વેતાંબરોની લાગણી ઘવાઈ. બે, પ્રાચીન વસ્તુને નુકશાની કર્યાનો ગુનો થયો. જેમનો ધર્મ, કપડાં પહેરવામાં શરમ માને છે તે દિગંબરોને આની પરવા નહોતી. આ હીનકૃત્યને લીધે તેમણે શ્વેતાંબરોની સહાનુભૂતિ ગુમાવી. તા. ૧૨-૨-૧૯૦૮ના દિવસે આ બન્યું. શ્વેતાંબરો પ્રભુમૂર્તિને લેપ કરાવી રહ્યા હતા ત્યારે આ નિર્ગુણ બનાવ બન્યો. - આપણા તરફથી આકોલા કોર્ટમાં દિવાની કેસ થયો. આ કેસ છેક પ્રિવી કાઉન્સીલ સુધી પહોંચ્યો. પ્રભુને ચક્ષુ, ટીકા, આભૂષણ ચડાવવામાં એ લોકોએ અવરોધ ર્યો હતો તે કારણ પણ હતું. ૧૧-૨-૧૯૧૦ના રોજ આકોલામાં કેસ ચાલ્યો. તે સમયગાળામાં જ મુંબઈથી તીર્થયાત્રાએ આવેલા શ્વેતાંબર સંઘને દિગંબરોએ ભારે પરેશાન કર્યો. ખૂબ તોફાન થયું. શ્વેતાંબરના પાંચ જણાએ કેસ માંડ્યો. મુદ્દો હતો ધાર્મિક લાગણી દૂભવવાનો, લેપને નુકશાન કરવાનો અને પેઢીની આવકને હાનિ પહોંચાડવાનો. રૂ. ૧૫,૪૨૫નો દાવો દિગંબરો સામે મૂકવામાં આવ્યો. આપણી માંગણી હતી કે મૂર્તિ શ્વેતાંબર છે, પૂજાનો હક શ્વેતાંબરોનો છે, કટિસૂત્રથી માંડીને આભૂષણ સુધીમાં કશોય અવરોધ કરવાનો દિગંબરોને હક નથી, આ તીર્થ શ્વેતાંબરમાર્ગી છે તેવી જાહેરાત થાય. આપણા તરફથી ૬0 પુરાવા રજૂ થયા. એ વહીવટી અને શાસ્ત્રીય હતા. દિગંબરોએ પણ કેસ માંડીને માંગણી કરી : શ્વેતાંબરની રજૂઆત ખોટી છે, એ એક તીર્થ સંપૂર્ણ દિગંબરોનું છે તેવી જાહેરાત કરો, એ બીજી, ત્રીજી માંગણી કે રજૂઆત એ પોળકરકેસની ભૂલનું પરિણામ હતું. ત્રીજી માંગણીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું એ ૧૯૦૫નું ટાઈમટેબલ બન્યું ત્યારે જ દિગંબરોને સમાન હક આપવામાં આવ્યો છે. હવે શ્વેતાંબરો Absolute Right એટલે કે સંપૂર્ણ અધિકાર માંગી ન શકે. કોર્ટમાં કામગીરી ચાલી. પૂજા કરવા માટે બનાવેલી મૂર્તિનાં નામે ઝઘડો ચાલ્યો. પુરાવાની તપાસણી. નિવેદનોની ચકાસણી. જુબાની. કમિશનની નિમણુક, કોર્ટે સ્વયંતપાસ કરી. આકોલા કોર્ટના Addictional district Judge સાહેબે ૪૦ પાનાનો ચુકાદો આપ્યો. આપણે લોકો ભાવાતુર હતા, જીતવા માટે. દિગંબરો ઝનૂને ચડેલા, તીર્થ પડાવી લેવા માટે. ચુકાદાની અસર સામા પક્ષને થાય તે માટે બંને ઉત્તેજિત હતા. ચુકાદો અને હુકમનામું એક સાથે પેશ થયા. ચુકાદામાં જણાવ્યું હતું કે : (૧) તીર્થ અને મૂર્તિ શ્વેતાંબર જૈનોનાં છે. (૨) સન્ ૧૯૦૫માં દિગંબરોને રાજીખુશીથી પૂજાનો હક આપ્યા પછી એ હકનો ઈન્કાર શ્વેતાંબરો ન કરી શકે. લેપ થતા પૂર્વે જ કટિસૂત્ર હતા તે પુરાવાથી સિદ્ધ થાય છે. (૪) શ્વેતાંબરો મૂર્તિ પર નવા કટિસૂત્ર વગેરે ઉમેરે તે માની શકાતું નથી. આમાં ત્રણ કલમ આપણને રાજી કરી શકતી હતી. પરંતુ એક કલમ ચા

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107