Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 80
________________ ૧૪૮ ૧૪૭ તેવી ભારે ન હોય. ધીમે ધીમે એ ભૂલના પગ મજબૂત થાય. છેવટે એ ભયંકર રીતે નડે. પોળકર કેસમાં આપણે જીત્યા. જીતવા માટે કે જીત મજબૂત બનાવવા માટે એક ભૂલ થઈ હતી, કદાચ, એ ભૂલ સહજભાવે થઈ હશે. એ ભૂલ આ રીતે નડશે તેનો અંદાજ પણ નહીં હોય. પણ આ ભૂલે અંતરિક્ષને અદ્યતન જેવો જ અટપટો બનાવી મૂક્યો. હા, અદ્યતન ભૂતકાળની એ પહેલી અને હોનહાર ભૂલ હતી. શું ભૂલ હતી ? - પોળકરો જૈનધર્મી નહોતા. તેમને જૈનધર્મીઓ તરફથી શિકસ્ત મળે તે માટે આપણે સંપીને સંઘર્ષ કર્યો હતો. અને આ સંપ જાળવવા માટે આપણે શ્વેતાંબર લોકોએ દિગંબરોનો સાથ લીધો હતો. આ ભૂલ હતી. દિગંબરોનો સાથ ન લીધો હોત તો ઘણો ફરક પડત. પણ આ વાત આજે સમજાય છે. એ વખતે ન સમજાય તે કુદરતી હતું. અંતરિક્ષજીનો અદ્યતન ભૂતકાળ પોળકરોથી શરૂ થયો બગડવાનો અને એ અટપટો ભૂતકાળ દિગંબરોએ પોતાની રીતે વધારે ભયાનક બનાવી મૂક્યો. (૨) ભૂલ. લાગણીશીલ હતો તેથી મૂર્તિ રઝળતી ન મૂકી. સરોવરમાં પધરાવી. ભક્તોની ભૂલને કારણે ભગવાનને ભીનાં અંધારે ગરક થવું પડ્યું. આ ભૂલની પરંપરા દિગંબરોનો સાથ લેવા સુધી લંબાઈ એથી આજેય પ્રભુને ભોંયરામાં અંધકારે રહેવું પડે છે. અમે જયારે અંતરિક્ષજી પહોંચ્યા ત્યારે ભૂતકાળનું ત્રિવિધરૂપ મનને કોરી ખાતું હતું. પ્રભુની પૂજા બંધ તેની વેદના લઈને તીર્થનાં સંકુલ પાસે આવ્યા હતા. લાંબા વિહારનો થાક હતો તે બંધનગ્રસ્ત પ્રભુનાં દર્શન કરવા પડશે તેનો વિષાદ હતો. પ્રભુનું મંદિર મરાઠા લોકોની કોઠી જેવું છે. લાલ ઈંટોનું ચણતર. ઝૂકીને પ્રવેશ થાય તેવો દરવાજો . ઊંચા શિખર પર ફરકતી ધજા ન મળે. ભમતી નથી. ચોખંડ મકાનના એક ખૂણેથી અંદર જવાનું. જમણા હાથે સીધી ભીંત ચાલી જાય. ડાબા હાથે બે પેઢી જોવા મળે. દિગંબર અને શ્વેતાંબર. જૂનો સામાન ઘણો. ગાદલાં, તકિયા, મોટા પટારા, ચોપડાં, લખવાનું મેજ, લાકડાનાં થાંભલા પર પત્રિકાઓ. એક દિગંબર પેઢીનો થાંભલો હતો. આપણા મુનીમજી કહે : ‘આ દિગંબર સાધુઓએ પત્રિકામાં પોતાના ફોટા ન છાપવા જોઈએ.” ગમગીનીને લીધે હસવું ન આવ્યું. જમણા હાથની ભીંત પૂરી થાય ત્યાં ખૂણો પડે. એ ખૂણા પર જમણી ભીંતને છેવાડે જમીન પર હવાબારી. ત્યાંથી પ્રભુને જુહારવાના હતા. પ્રભુ દૂર હતા, પ્રભુ કેદ હતા. પ્રભુ અપૂજ હતા. આ બારીની પાસેથી જોયું તો આરસની ફેરસ દેખાઈ. ટેક પસા અને સિક્કા પડ્યા હતા. વોચમેને કહ્યું : દૂર સે દેખો. પ્રભુથી હજી દૂર જવાનું ? પાછળ હટીને બેઠા. હજી પાછળ જવું પડ્યું. દર્શનની એ ક્ષણે રડવું આવશે તેમ લાગતું હતું. પ્રભુ સાવ જ નીચે હોય, ગર્ભદ્વારને બદલે હવાબારીમાંથી દર્શન કરવાના હોય, પ્રભુના દરવાજે તાળા હોય, ખોળે ફૂલ ન હોય. અંગે અર્ચા ન હોય, આ એકદમ અસહ્ય, પ્રભુને જોઈ નહીં શકાય તેમ લાગતું હતું. આંખો કાંપતી હતી. દૂર બેસીને, સહેજ ઝૂકીને નજર માંડી. અને... | વિચારો થંભી જાય તેવો કોઈક અનુભવ. દરેક ક્રિયાનો પ્રતિભાવ હોય છે. પ્રભુનાં દર્શનનો પ્રતિભાવ મનમાં નક્કી હતો. દુઃખ, અરેરાટી, પ્રભુને આ જો કે ભૂલ નામની ઘટના શ્રી અંતરિક્ષદાદા માટે નવી નહોતી. પરમાત્મા તો ભૂલ નામની ઘટનામાંથી જ જન્મ્યા હતા. પરોક્ષ ભૂતકાળની એ ઘટના. રાજા રાવણના સેવકો માલી અને સુમાલી યાત્રા કરવા નીકળ્યા. તેમનો દાસ ફૂલમાલી હતો. તેને પૂજા સમયે યાદ આવ્યું કે ભગવાનની મૂર્તિ સાથે લેવાનું ભૂલાઈ ગયું છે. હવે ? ભગવાનને સાથે લેવાની ફરજ હતી. ચૂકી જવાયું. ભૂલ થઈ. આ ભૂલે રામાયણના જમાનામાં એક અદ્ભુત ચમત્કારને અવતાર આપ્યો. એ દાસે મૂર્તિ બનાવી. શ્રી ભાવવિજયજી મહારાજ લખે છે : એક વેળુ ને બીજો છાણ, મૂર્તિનો આકાર પ્રમાણ. માત્ર રેતી અને છાણમાંથી મૂર્તિ બની. વિદ્યાબળે સુંદર થઈ. માલીસુમાલી પૂજા કરતી વખતે આ નવા ભગવાન સંબંધી પ્રશ્ન નથી કરતા તે બીજી ભૂલ છે. ભગવાનને સાથે લેવાનો આદેશ ન કર્યો તેય ભૂલ. મૂળ ભૂલ દાસની હતી. એણે આ મૂર્તિ નવી બની છે તે જણાવ્યું નહીં હોય. નાની નાની ભૂલોનો સરવાળો થયો. પૂજા અને ભોજન થઈ ગયા પછી પ્રયાણ થવાનું હતું. દાસે મૂર્તિને સાથે ન લેવાનો નિર્ણય લીધો. આ પણ

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107