Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 31
________________ ૪૯ શ્રી ઋજુવાલુદ્ધ તીર્થ શિખર કોતર્યા છે. ગણવાનું શરૂ કર્યું હતું, પણ પછી લાગ્યું કે વિશ્વાસ રાખવાનું સુખ વધુ સારું છે. આ વિસ્તારની સ્કૂલોમાં નવકારમંત્ર પ્રાર્થના રૂપે બોલાય છે. ગામના લોકો મંદિરજીને દૂધ નથી આપતા કેમ કે દૂધમાં જરાક પણ પાણી હોય તો દૈવી સજા વેઠવી પડે છે. થોડા વખત જ પહેલા તો હાથી નીકળ્યો હતો. દારૂ પીનારાને દૈવી પરચા મળે છે. ગમે ત્યારે સિંહ આવીને સજા કરે. વીરપ્રભુ પ્રત્યે સામાન્ય જનસમાજને ખૂબ આસ્થા છે. | દિગંબરો નાલંદા-કુંડલપુરને વીરજન્મભૂમિ માનતા હોવાથી તેમની અહીં કોઈ જ દખલગીરી નથી. અહીંથી થોડેક દૂર ચેનમા પહાડ છે તેની પર સોળસો ફૂટ ઊંચે પુરાણા અવશેષ છે. આ પહાડને આદિવાસીઓ જેનમાં પહાડી કહે છે. અહીંના સંશોધકો તેવું માની રહ્યા છે કે આ પહાડ પરના અવશેષો, જે રાજમંદિર તરીકે ઓળખાય છે તે રાજા સિદ્ધાર્થનો મહેલ હોવો જોઈએ. ત્યાંથી સિંહ પર આસીન પુરુષની ખંડિત મૂર્તિ પણ મળી હતી. ત્યાંની ઈટો, ઈંટો વચ્ચે મૂકાતી ચૂનામાટી, ખોદકામમાં મળી આવતા જૂના ખંડિત મૃત્તિકાપાત્રો ઘણું બધું સૂચવવા માંગે છે. લછવાડથી થોડેક દૂર મહણા અને રૂખડી નામનાં બે જુદાં જુદાં ગામ છે. સંશોધકો તેનો સંબંધ અનુક્રમે બ્રાહ્મણકુંડ અને ઋષભદત્ત સાથે જોડે છે. લછવાડનું મૂળ એ લોકો મા ત્રિશલાના પરિવાર સાથે જોડે છે. ત્રિશલામાતા વૈશાલીના હતાં, લિચ્છવી હતાં. લગ્ન સમયે તેમની સાથે ઘણા લિચ્છવી આવ્યા. તેમને રહેવાનું સ્થાન અલગ રાખવામાં આવ્યું, તે આજે લછવાડ તરીકે પ્રસિદ્ધ છે. પુરાતન સમયમાં કુંડગ્રામ એક હતું. તેના વિભાગ બે હતા. બ્રાહ્મણકુંડગ્રામ અને ક્ષત્રિયકુંડ. ક્ષત્રિયકુંડગ્રામ ભલે નામશેષ રહ્યું. પણ જનમધામ તરીકે જગપ્રસિદ્ધ રહેલી એ ભૂમિ પર આજે ગુલાબનો વિશાળ બગીચો છે. દિલ્હીનાં રાષ્ટ્રપતિભવનમાં નથી ઉગતાં એવાં ગુલાબ અહીં ઉગે છે. પ્રભુની ધરતીનો મહિમા કાળથી પર છે. પોષ સુદ દશમ : બટવા રોજ ગામોનાં નામની ચર્ચા કરીએ છીએ. સાધનાકાળનાં સાડાબાર વરસ દરમ્યાન અંદાજે ૯૦ જેટલા નાનામોટાં ક્ષેત્રોની પ્રભુએ વિહારયાત્રા કરી. લછવાડની નજીકમાં જ કુમારગ્રામ છે, તેનું મૂળ નામ કૂર્મારગ્રામ. દીક્ષાની સાંજે પ્રભુ ત્યાં પધાર્યા હતા. બ્રાહ્મણને અર્ધવસનું દાન આટલામાં જ ક્યાંક થયું હતું. કોલ્લાગ આજે કૌન્નાગ બન્યું છે. મૌરાકનું મૌરા અને અશ્ચિય ગ્રામનું હથિયા થયું છે. સુવર્ણખલ અને લોહાગ્ગલા આજે સોનખાર અને લોહડી તરીકે ઓળખાય છે. ગૌશાળાની જન્મભૂમિ શરવણઝામ પણ છે, નામના ઉચ્ચાર બદલાય છે : સરવન, ગામ સાવ વેરાન છે, છૂટા છવાયા ઘરો. જો કે દરેક નામો સાથે આવો શબ્દમેળ બેસતો નથી. ઋજુવાલુકા જવાનું છે. તેનું નજદીકી નામ નથી મળતું. તે સ્થાન તો બરાકર તરીકે ઓળખાય છે. અઢી હજાર વરસ પછી નામો એક સરખા મળતા જ આવે તેવો આગ્રહ વધારે પડતો પણ છે. કૂર્મારગ્રામ આજે કુમાર તરીકે ઓળખાય છે ને ત્યાં કોઈ નાતલાદેવીની પ્રાચીન મૂર્તિ છે. ત્યાંની જમીનમાંથી જિનમૂર્તિના અવશેષો મળે છે. સંશોધકો તો નાતલા-શબ્દને જ્ઞાતપુત્રની નજીકનો ગણાવીને એ મૂર્તિને જૈનમૂર્તિ પૂરવાર કરવા માંગે છે. હવે એ મૂર્તિ પર તો દર વરસે બલિ ચડે છે, મેળ શો પડે ? ઋજુવાલુકાની બાબતમાં આવું જ બન્યું છે. જૈભિકાગ્રામને મળતું આવે તેવું નામ જમુઈ છે, તેમ સંશોધકો કહે છે તો ઋજુવાલુકાને મળતું આવે એવું નામ ઉલુઈ છે. આ પદ્ધતિમાં વરસોવરસ અને સૈકાવાર ઉચારમાં થતા ફેરફારોના આધારે ચાલતું ધ્વનિશાસ મુખ્ય આધાર બને છે. શબ્દનો સંબંધ શોધીને તે મુજબ સ્થાનનો સંબંધ નક્કી

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107