Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 49
________________ ૮૫ શ્રીહંસપરમહંસની યાદ આવી પછી બધું જ બદલાઈ ગયું હતું. વિદ્યાર્થીઓના રહેઠાણ, શિક્ષકોના કક્ષ, ભોજનગૃહ અને પ્રાર્થના-ગુફા. ઈંટોના નીભાડા જેવું ઊંચું સ્તુપમંદિર, બધે નજર ફરતી હતી અને શ્રી હંસપરમહંસના ગુપ્તવાસનો રજેરજ અનુભવ ફુટ થતો હતો, એમનાં હસ્તલિખિત પાનાં ઊડ્યાં તે ઘટનાની સાક્ષીદાર હવા આરામથી વહેતી હતી. ચિત્રકૂટથી ગુરુભગવંત શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાના ખાનગી સંદેશા આવતા તે ઘડીનો આનંદ કોઈ કોટડીમાં કેદ હશે તેમ લાગતું હતું. પછી તો આખો દિવસ આ જ વિચારો ચાલતા રહ્યા. નાલંદા ચાર-પાંચ દિવસ રહ્યા હોત તો એ બંધુઓની જીવનવાર્તા અચૂક લખાઈ જાત. ઓછામાં ઓછાં ત્રણસો પાનાં. મહા વદ બીજ : પાવાપુરી નાલંદાનો સરકારી પ્રચાર એવો છે કે જાણે અહીં માત્ર બૌદ્ધધર્મ જ પાંગર્યો હતો. આપણાં શાસ્ત્રોમાં નાલંદાનો ઉલ્લેખ મળે છે તેની કશી જ નોંધ એ લોકો લેતા નથી. વિશ્વવિદ્યાલય થયું તે પહેલાંથી નાલંદા પ્રચારમાં હતું. અહીં પુષ્કર તળાવો અને કમળ ઘણા હતા તેથી નાનં તિ એવો અર્થ કરવામાં આવે છે. બીજો અર્થ કરાય છે : ૧ અd ઢાતિ. બૌદ્ધ લોકો આ બંને વિશ્વવિદ્યાલય સાથે જ જોડે છે. વિદ્યાલયની પાસે તળાવો ઘણાં હતાં ને તેમાં કમળો ઘણાં હતાં આ એક અર્થ. વિદ્યાલયમાં જ્ઞાન આપનારની ખોટ નહોતી આ બીજો અર્થ. વસ્તુતઃ આ બંને અર્થ નગરની સુંદરતા અને સમૃદ્ધિ સાથે જોડાયેલાં છે. ત્રીજો અર્થ વિશિષ્ટ છે. અહીં રાજા શ્રેણિક મોટા સામંતો સાથે રોકાતા. રાજાના આવાસસ્થળને નરેન્દ્ર કહેવાતું. માગધી ઉચ્ચાર થયો નીન્દ્ર. લોકજીભે નામ ઘડાતું ગયું, નાતિ અને આખરે નાનંદ્ર. રાજગૃહીથી ઈશાન દિશા તરફ નાલંદા હતું. નાલંદામાં લેવ નામનો પરમ શ્રાવક રહેતો. એનું તત્ત્વજ્ઞાન બેજોડ હતું. એનું ચારિત્ર એટલું સ્વચ્છ હતું કે રાજા શ્રેણિકે તેની સાથે મૈત્રી બાંધી અને તેને પોતાનાં અંતઃપુરમાં કે રાજભંડારમાં ગમે ત્યારે જવાની છૂટ આપી. એ સુશ્રાવકે નાલંદાના ઈશાનખૂણે મોટી ઉદકશાળા (પાણીની ભવ્ય પરબ) બંધાવી. પોતાને રહેવાનું મકાન બંધાવ્યા પછી જે સામાન વધ્યો હતો તેમાંથી આનું બાંધકામ થયું હોવાથી શપદ્રવ્યા નામ આપ્યું. આ ઉદકશાળાના ઈશાન ખૂણે હસ્તિયામ નામનો વનખંડ હતો. એમાં બેહદ શીતળતા રહેતી. એકવાર શ્રી ગૌતમસ્વામીજી મહારાજા અહીં પધાર્યા. તે વખતે શ્રી પાર્શ્વપ્રભુની પરંપરાના શ્રી પેઢાલપુખ્ત ઉદય એમની સમક્ષ આવ્યા. અનુજ્ઞા લઈ પ્રશ્નો પૂછવા લાગ્યા. પૂછવાની ઢબ બરોબર નહોતી. જાણે ગુરુગૌતમને ખોટા સમજીને જ પૂછતા હોય તેવી તીક્ષ્ણતાથી સવાલો થતા, ગણધર ભગવંતે સુંદર ઉત્તર આપ્યા. હજી સુધી પેઢાલપુખ્ત વંદના કરી નહોતી. શ્રી ગૌતમસ્વામીજી મહારાજાએ મૈત્રી અને વિનયપ્રતિપત્તિ માટે સમજાવવાની શરૂઆત કરી ત્યારે શું થયું? | ‘તે સમયે શ્રી ઉદય પેઢાલપુત્ત, ભગવાન ગૌતમને બહુમાન ન આપતા, જે દિશાથી આવ્યા હતા તે દિશા તરફ જવાનો વિચાર કરવા લાગ્યા.” હું ન ભૂલતો હોઉં તો આ સૂત્રકૃતાંગનો પાઠ છે. આગમોમાં રાજગૃહીના એક વિસ્તાર તરીકે નાલંદાપાડો પ્રસિદ્ધ છે. પ્રભુવીરે અહીં ચૌદ ચોમાસાં કર્યાં. એની વિશેષ તીર્થશોભા અહીં રચવામાં આવી નથી. અહીં તો બધાં વિશ્વવિદ્યાલયની જ વાતો કરતાં હોય છે.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107