Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 91
________________ ૧૯ મહારાષ્ટ્ર : ગામો અને તીર્થ (૧) મંચરથી સાંજે નીકળ્યા. રાતનો મુકામ સ્કૂલમાં હતો. કોઈ ડેમ બંધાયો હતો તેની ડૂબમાં ગયેલાં ગામનું પુનર્વસન થઈ રહ્યું હતું. છૂટાછવાયા ઘર હતાં. ચોરીનું જોખમ. દરવાજો અંદરથી વાસીને સૂવાનું હતું. ખુલ્લા દરવાજે સૂવાની સ્વતંત્રતા ઝૂંટવાઈ તે ગમ્યું તો નહીં. કડી ચડાવી સૂતા. મોડી રાતે દરવાજો ખખડ્યો. કોઈ ટકોરા મારતું હતું. ખોલીએ ને લૂંટફાટવાળા હોય તો ? ન ખોલવાની ગાંઠ વાળી ત્યાં દરવાજો ફરી ખખડ્યો. ખોલ્યો દરવાજો. ત્રણ ચાર જણા ઊભા હતા. એકના હાથમાં ફાનસ. એ કહે, સૂઈ જાઓ અમે જઈએ છીએ. ચોર હોય તો ચાકુ બતાવે, ધસી આવે. આ તો હાલતા થયા. એમને પૂછ્યું : કેમ આવ્યા હતા ? જવાબ મળ્યો : તમને લોકોને જોવા આવ્યા હતા. સૂઈ જાઓ. એ ગયા. દરવાજો ફરીથી બંધ કર્યો. પૈસા ચોરીને નીકળી જનારા ભૂલાઈ જશે, આ લોકો નહીં ભૂલાય. કેમ કે એ લોકો જામેલી ઊંઘ ચોરીને નીકળી ગયા હતા. આવા ચોરની કલ્પના પણ ન હોય. (૨) અહમદનગર પહોંચ્યા ને સમાચાર આવ્યા. કરાડમાં અમારું ચોમાસું થયું ત્યારે સાથે જે સાધ્વીજી હતા તેમને અકસ્માત નડ્યો છે. બે જખમી છે, એક સિરિયસ અને એક ? એક કાળધર્મ પામ્યા છે. બેંગ્લોરની પાસે જ અકસ્માત થયેલો. હાઈ-વેના વિહારો દરવરસે આવા ભોગ લે છે. જે સમયે સમાચાર ૧૭૦ મળ્યા તે વખતે અમારે ૨૦૦૦ કિ. મી. ચાલવાનું બાકી હતું પણ હિંમત ગુમાવવી પાલવે નહીં. અમારે ક્યાં કલકત્તા જવાનું હતું, અમારે તો શિખરજીની યાત્રએ પહોંચવાનું હતું. વીશ તીર્થંકર ભગવંતોની નિર્વાણ ભૂમિના રસ્તે કલકત્તા આવી જતું હતું તે કેવળ યોગાનુયોગ હતો. પ્રભુને મળવા જવાનું હોય પછી ભય શાના ? ઉપસર્ગો તો ક્ષય પામવાના. (૩) ગોથાન સાંજે પહોંચ્યા હતા. ગામનું મૂળ સ્થાન ગૌ-સ્થાન. અહીં મહાભારતના કાળમાં ગાયો ખૂબ ચરતી. આજેય અહીં પુરાતન શિવમંદિર છે. એનું વાસ્તુ વિશિષ્ટ છે. અમારે રાતવાસો એમાં કરવાનો હતો એટલે જોવા ગયા. મંદિરબહાર ઊંચો સ્તંભ. મહારાષ્ટ્રની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે એમાં સેંકડો દીવા જલી શકે તેવી ગોઠવણ હતી. એ નંદાદીપ કહેવાય. મંદિરનો પૂજારી આ થાંભલાની ટોચ પર ચડી જાય છે. ઉપર બેસીને એ ધૂણે છે તો આખો સ્તંભને ચોતરફ ઝૂલા ખાય છે. હાથી સૂંઢથી વૃક્ષને હલાવે તે રીતે પૂજારી ઉપર બેસીને આખા સ્તંભને ઝૂલાવે છે. લોકો પિઝાનો ઢળતો મિનારો જોઈ અચરજ પામે છે. ભારતનાં ગામડે તો બાંધણીના આવા ચમકારા ઘણાય મળે છે. પથ્થરનો, મજબૂત અને વજનદાર સ્તંભ ઝૂલતો હોય તો હલે કેમ નહીં ? એમ વિચારી એને હાથથી ધક્કો લાગે તેવું દબાણ આપ્યું. પરિણામ શૂન્ય. ગામના માણસે ક્યું કે ‘આ પૂજારી સિવાય કોઈ ઉપર ચડી શકતો નથી.’ એ સાંજે પૂજારી બહાર ગયો હતો. અમે એ સ્તંભકેલિ ના જોઈ. (૪) આપણી આ ખાસિયત છે. મોટું નામ હોય ત્યાં વાજાં વાગે. અજાણ્યું નામ હોય તો હાજાં ગગડાવી મૂકે. અવારનવાર ચાર ફીરકા એક થાય છે. ભેદભાવ ટળી ગયો એવી પ્રસિદ્ધિ થાય છે. બધાને એક મંચ પર જોવાનો લહાવો મળ્યો તેવી વાતો વહેતી થાય છે. આખરઅંતે બધું ધોવાઈ રહે છે. શ્રીમંત લોકોના અરસપરસના સંબંધો સચવાય તે માટે મોટા મહાત્માઓ સચવાતા હોય છે. એવી શાસન પ્રભાવના, થાય છે ત્યારે સારી લાગે છે. લાંબાગાળે પરિણામ ઉપજતા નથી. નાના સાધુઓ કાયમ ઠેબે ચડે છે. પૈઠણના મુનીમે આ સત્યનું

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107