Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 66
________________ ૧૨૦ ૧૧૯ સુધી રોજ ભગવાન્ આગળ કબૂલવું પડશે. ખામી રહી મુજ ખિજમતે. ચૈત્ર વદ તેરસ : શ્રાવસ્તી પક્ષપાત સહન કરવો અઘરો છે. ખાસ કરીને ભગવાન સાથે. મહેઠમાં બીજી બે અવશેષો છે તેની સાથે બુદ્ધનું નામ જોડાયું છે એટલે તે બંને સારી રીતે સાચવ્યા છે સરકારે. અંગુલીમાલની ગુફા અને કચ્ચી કુટી. અંગુલીમાલની ગુફા એક ઊંચો ઇંટનો સ્તુપ જ છે. એની નીચેથી બે નાના ગુફા જેવા રસ્તો કાઢવામાં આવ્યા છે. સ્તૂપની વચોવચ પંદર ફૂટ ઊંડાં ભોંયરાં જેવા ઓરડામાં એ રસ્તા પૂરા થાય છે. એ ઓરડાની છત નથી એટલે ઉપરથી એ દેખાય. (ચોમાસાના દિવસોમાં અહીંથી હિમાલય દેખાય છે એમ કહેવાય છે.) એક હોનહાર અને ભયંકર લૂંટારાની ગૂફા આવી મામૂલી બની ગઈ છે તે જોઈને કાલાય નમૈ નમઃ એ શબ્દો યાદ આવ્યાં. કરચીકુટીમાં ગુફા જેવા રસ્તા નથી. બાકી બધું મળતું આવે છે. આ બે સ્થાનને રાતે ઝળાહળા રાખવા મોટી મોટી લાઈસ લગાડવામાં આવી છે. અવાવરું સ્થાન હોવા છતાં સ્વચ્છતા ધ્યાન ખેંચતી હતી. આપણાં મંદિરને આવી કાળજીથી સાચવતા નથી સરકારવાળા, બાપનો દીકરો ગમે તેટલો સારો હોય, સાવકી મા તો એને ઠેબે જ ચડાવે. શ્રાવસ્તી આવતો મહામાર્ગ (હાઈ-વે) બૌદ્ધ પરિપથ તરીકે ઓળખાય છે, તે તો જાણે ચલાવી જ લેવાનું છે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ આપનારને સરકાર બધું ધરી દે છે. ચૈત્ર વદ ચૌદશ : સેખુઈકલા શ્રાવસ્તી મહેઠ તરીકે ઓળખાય છે, તેવી વિવિધ તીર્થકલ્પમાં નોંધ છે. અહીંથી થોડેક દૂર બહરાઈચ નામનું મોટું ગામ છે. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એ ગામથી મુસ્લિમ લશ્કર આવ્યું હતું. એના દ્વારા સમગ્ર શ્રાવસ્તી ખેદાનમેદાન થઈ ગઈ હતી. શ્રી સંભવનાથજિનાલયની ફરતે કોટ હતો, બાજુમાં પ્રભુમૂર્તિમંડિત દેવકુલિકા હતી. પ્રભુનાં ધામનાં પ્રવેશદ્વાર આપમેળે ઉઘડતાં, સૂર્યોદય વખતે. આપમેળે બીડાતાં, સૂર્યાસ્ત વખતે. મણિભદ્ર યક્ષની એ લીલા હતી. અલબત્ત, મુસ્લિમ આક્રમણ વખતે ભવ્ય દરવાજા તૂટી ગયા. મૂર્તિઓ પણ ખંડિત થઈ. યક્ષદેવે ત્યારે કશું ન કર્યું તેનું કારણ વિવિધતીર્થ કલ્પમાં લખ્યું છે : મંદ્રમવા fહ અવંતિ સૂક્ષમણ હgયT I (કલિકાળમાં અધિષ્ઠાયકોનો પ્રભાવ નબળો હોય છે.) એ પછી યાત્રાળુ સંઘો આવતા ને પ્રભુનાં જિનાલયમાં પૂજાઓ ભણાવતા. એ વખતે જંગલમાંથી એક ચિત્તો આવીને બેસતો, છેક શિખર પર. આરતી મંગલદીવો થાય પછી એ ચાલી જતો. આજે એ જંગલ છે. ચિત્તાના કોઈ સગડ નથી જડતા. ચિત્તાને બેસવાનું શિખર પણ તૂટી ગયું છે. એ કરુણ હાલત જોઈને આંખનો પડદો કેમ ન તૂટ્યો, એ જ સવાલ છે આજે. શ્રાવસ્તીનો ભૂતકાળ અલબત્ત ખૂબ જૂનો છે. પ્રભુવીરે અહીં ચોમાસું કર્યું હતું. અહીંથી નજીક વનમાં પ્રભુના પગ દાઝયા હતા, છમસ્યકાળની સાધના દરમ્યાન. તો તીર્થંકર બન્યા પછી ગૌશાળાની તોલેશ્યાથી આ જ નગરીમાં પ્રભુ દાયા હતા. છ મહિનાની ઉગ્ર વ્યાધિ પ્રભુને નડી, તેય કળિકાળનું આશ્ચર્ય હતું, જેને શ્રાવસ્તીમાં રૂપ મળ્યું. એ ગોશાળો પોતાની અગનજાળથી આ જ નગરીમાં મર્યો હતો. એના આખરી પસ્તાવાની આ ધન્યભૂમિ છે. શ્રી ગૌતમસ્વામીજી મહારાજાનો પ્રભુ આજ્ઞાપ્રેરિત ઠપકો મેળવનાર ગોશાળો નસીબદાર તો ખરો જ. એણે પોતાનું મૃતક પશુની જેમ ઘસડાતું સ્મશાને જાય તેવી અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. એના અનુયાયીઓએ આ નગરીમાં જ કોઈ મકાનમાં શ્રાવસ્તી આલેખીને તે ઇચ્છા પૂરી કરેલી. આ નગરીનો શ્રાવક ઢંક. પ્રભુની દીકરી પ્રભુની સામે પડી હતી તેને બોધ આપીને શ્રી ઢેકે પ્રભુ તરફ વાળી. દરેક બાપને દીકરી વધુ વહાલી હોય છે. પ્રિયદર્શના તો પ્રભુની એક માત્ર દીકરી અને એક માત્ર સંતાન હતી. એ સામે પડી, જમાલિના પક્ષે રહીને, તીવ્ર વેદનાના ઘૂંટ ભરવા પડે તેવી હાલત હતી. પ્રભુવીર તો વીતરાગ હતા તેથી નિર્લેપ રહ્યા. પરિસ્થિતિ ખરાબ હતી. આ નગરીના શ્રાવકે ભગવાનની દીકરીને પ્રતિબોધ આપ્યો, સાધ્વી પ્રિયદર્શનાને પ્રભુમાર્ગે સ્થાપી. આ એક ઘટના જ શ્રાવસ્તીને જબરદસ્ત ગૌરવ આપી જાય છે, બીજી ઘટનાઓની તો વાત જ શું કરવાની ? એક કપિલ બ્રાહ્મણ હતો. તે દાસીના પ્રેમમાં પડીને, ભણવાનું ભૂલ્યો. રાજા સુધી મહામહેનતે પહોંચ્યો, ધન મેળવવા. રાજાએ તેને માંગવા કહ્યું : તે ગૂંચવાયો. કેટલા માંગુ તો ઘર ચાલે તે સમજાયું નહીં. વનમાં બેસીને વિચારતો રહ્યો. વિચારનો છેડો ન આવ્યો. હા, છેડો નથી આવતો એ સમજાયું. સ્વયંબુદ્ધ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107