________________
૫૦
નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,
-એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬. અર્થ એમ જાણે કે “મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું' - એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વ-પરના સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત્વ કહે છે.
णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति ॥ ३७॥ ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું,
-એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭. અર્થ એમ જાણે કે “આ ધર્મ આદિ દ્રવ્યો મારાં કાંઈ પણ લાગતા વળગતાં નથી, એક ઉપયોગ છે તે જ હું છું
-એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ કહે છે.
अहमेको खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि॥ ३८॥ હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;
કંઈ અને તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. અર્થ દર્શનશાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય
છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી એ નિશ્ચય છે.
Y