________________
૨૦૪
છે વર્ગ તેમ જ ગંધ વળી રસ-સ્પર્શ પુદ્ગલદ્રવ્યને,
-અતિસૂક્ષ્મથી પૃથ્વી સુધી; વળી શબ્દપુદ્ગલ, વિવિધજે. ૧૩૨. અર્થ વર્ણ, રસ, ગંધ ને સ્પર્શ (એ ગુણો) સૂક્ષ્મથી માંડીને પૃથ્વી પર્વતના (સર્વ) પુગલને હોય છે, જે વિવિધ પ્રકારનો શબ્દ તે પુગલ અર્થાત્ પૌદ્ગલિક પર્યાય છે.
आगासस्सवगाहो धम्मदव्वस्स गमणहेदुत्तं । धम्मेदरदव्वस्स दु गुणो पुणो ठाणकारणदा॥ १३३॥ कालस्स वट्टणा से गुणोवओगो त्ति अप्पणो भणिदो। णेया संखेवादो गुणा हि मुत्तिप्पहीणाणं ॥१३४ ॥ जुगलं । અવગાહ ગુણ આકાશનો, ગતિ હેતુતા છે ધર્મનો, વળી સ્થાનકારણતારૂપી ગુણ જાણ દ્રવ્ય અધર્મનો. ૧૩૩. છે કાળનો ગુણ વર્તના, ઉપયોગ ભાખ્યો જીવમાં,
એ રીત મૂર્તિવિહીનના ગુણ જાણવા સંક્ષેપમાં. ૧૩૪ અર્થ આકાશની અવગાહ, ધર્મદ્રવ્યનો ગમનહેતુત્વ અને વળી અધર્મદ્રવ્યનો ગુણ સ્થાનકારાગતા છે. કાળનો ગુણ વર્તના છે, આત્માનો ગુણ ઉપયોગ કહ્યો છે. આ રીતે અમૂર્ત દ્રવ્યોના ગુણો સંક્ષેપથી જાણવા.
जीवा पोग्गलकाया धम्माऽधम्मा पुणो य आगासं। सपदेसेहिं असंखादा णत्थि पदेस त्ति कालस्स ॥१३५॥ જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ વળી આકાશને
છે સ્વપ્રદેશ અનેક, નહિ વર્તે પ્રદેશો કાળને. ૧૩૫. અર્થ જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ અને વળી આકાશ સ્વપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત અર્થાત્ અનેક છે; કાળને પ્રદેશો નથી.
लोगालोगेसु णभो धम्माधम्मेहिं आददो लोगो। सेसे पडुच्च कालो जीवा पुण पोग्गला सेसा॥१३६ ॥ લોકે અલોકે આભ, લોક અધર્મ-ધર્મથી વ્યાપ્ત છે.
છે શેષ-આશ્રિત કાળ, ને જીવ-પુદ્ગલો તે શેષ છે. ૧૩૬. અર્થ આકાશ લોકાલોકમાં છે, લોક ધર્મ ને અધર્મથી વ્યાપ્ત છે, બાકીનાં બે દ્રવ્યોનો આશ્રય કરીને કાળ છે,
અને તે બાકીનાં બે દ્રવ્યો જીવો ને પુગલો છે.