________________
૯૩ છેદાવ, વા ભેદાવ, કો લઇ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. અર્થ છેદાઈ જાઓ, અથવા ભેદાઈ જાઓ, અથવા કોઈ લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા તો ગમે તે રીતે જાઓ, તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી.
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्म। अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि॥२१०॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુષ્યને,
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૮. અર્થ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધર્મને (પુણ્યને) ઇચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, (ધર્મનો) જ્ઞાયક જ છે.
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्म। अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ॥ २११॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને,
તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. અર્થ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અધર્મને (પાપને) ઇચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, (અધર્મનો) જ્ઞાયક જ છે.
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं। अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि॥ २१२॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને,
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. અર્થ :અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અશનને (ભોજનને) ઇચ્છતો નથી, તેથી તે અશનનો પરિગ્રહી નથી, (અશનનો) જ્ઞાયક જ છે.
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं। अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि॥ २१३॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને, તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩.