________________
૩૪૦ અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને,
છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયવ છે. ૩૬. અર્થ મૂર્ત દ્રવ્યને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે, ધર્મ, અધર્મ તેમજ જીવને ખરેખર અસંખ્યાત પ્રદેશો છે;
લોકાકાશને વિષે ધર્મ, અધર્મતેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશો) છે; બાકીનું જે આલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને કાયપણું નથી, કારણ કે તે એક પ્રદેશ છે.
पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि। चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ॥ ३७॥ છે મૂર્ત પુદ્ગલ દ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે;
ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭. અર્થ પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે, બાકીના દ્રવ્યો મૂર્તસ્વરહિત છે; જીવ ચૈતન્યભાવવાળો છે, બાકીના દ્રવ્યો ચૈતન્યગુણ
રહિત છે.