________________
૩૫૩ હું માર્ગણાસ્થાનો નથી, હું ગુણસ્થાનો કે જીવસ્થાનો નથી; તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી.
હું બાળ નથી, વૃદ્ધ નથી, તેમ જ તરુણ નથી; તેમનું (હું) કારણ નથી; તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી.
હું રાગ નથી, દ્વેષ નથી, તેમ જ મોહ નથી, તેમનું (હું) કારણ નથી; તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી.
હું કોઈ નથી, માન નથી, તેમ જ હું માયા નથી, લોભ નથી; તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી.
एरिसभेदभासे मज्झत्थो होदि तेण चारित्तं । तं दिढकरणणिमित्तं पडिक्कमणादो पवक्खामि ॥ ८२॥ આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને;
પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રદઢતા કારણે. ૮૨. અર્થ આવો ભેદ અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે. તેને (ચારિત્રને) દઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ.
मोत्तूण वयणरयणं रागादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दु होदि त्ति पडिकमणं ॥८३॥ રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩. અર્થ વચનરચનાને છોડીને, રાગાદિભાવોનું નિવારણ કરીને, જે આત્માને ધ્યાવે છે, તેને પ્રતિક્રમણ હોય છે.
आराहणाइ वट्टइ मोत्तूण विराहणं विसेसेण। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा॥ ८४ ॥ છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪. અર્થ જે (જીવ) વિરાધનને વિશેષતઃ છોડીને આરાધનામાં વર્તે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ
કે તે પ્રતિક્રમણમય છે.