Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 528
________________ ૫૧૪ હો રૂપશ્રીગર્વિત, ભલે લાવણ્યયૌવનકાન્તિ હો, માનવજનમ છે નિસ્પ્રયોજન શીલગુણવર્જિત તણો. ૧૫. वायरणछंदवइसेसियववहारणायसत्थेसु।। वेदेऊण सुदेसु य तेसु सुयं उत्तमं सीलं ॥ १६ ॥ વ્યાકરણ, છંદો, ન્યાય, વૈશેષિક, વ્યવહારાદિનાં શાસ્ત્રો તણું હો જ્ઞાન તો પણ શીલ ઉત્તમ સર્વમાં. ૧૬. . सीलगुणमंडिदाणं देवा भवियाण वल्लहा होंति। सुदपारयपउरा णं दुस्सीला अप्पिला लोए॥१७॥ રે! શીલગુણમંડિત ભવિકના દેવ વલ્લભ હોય છે; લોકે કુશીલ જનો, ભલે શ્રુતપારગત હો, તુચ્છ છે. ૧૭. सव्वे वि य परिहीणा रूवविरुवा वि पडिसुवया वि। सीलं जेसु सुसीलं सुजीविदं माणुसं तेसिं ॥१८॥ સૌથી ભલે હો હીન, રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો, માનુષ તેનું છે સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮. ૧. હીન = હીણા (અર્થાત્ કુલાદિ બાહ્ય સંપત્તિની અપેક્ષાએ હલકા). ૨. રૂપવિરૂપ = રૂપે વિરૂપ, રૂપ અપેક્ષાએ કુરૂપ. ૩. માનુષ્ય = મનુષ્યપણું(અર્થાત્ મનુષ્યજીવન). ૪. સુજીવિત = સારી રીતે જિવાયેલું; પ્રશંસનીય-સફળપણે જીવવામાં આવેલું. जीवदया दम सच्चं अचोरियं बंभचेरसंतोसे। सम्मइंसण णाणं तओ य सीलस्स परिवारो॥१९॥ પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ, અચૌર્ય ને સંતુષ્ટતા, સમ્યકત્વ, જ્ઞાન, તપશ્ચરણ છે શીલના પરિવારમાં. ૧૯. सीलं तवो विसुद्धं दंसणसुद्धी य णाणसुद्धी य। सीलं विसयाण अरी सीलं मोक्खस्स सोवाणं ॥२०॥

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550