________________
૮૩
दसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण। णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण ॥ १७२ ॥ ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે,
તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨. અર્થ કારણ કે દર્શન-જ્ઞાન-ચારિત્ર જઘન્ય ભાવે પરિણમે છે તેથી જ્ઞાની અનેક પ્રકારના પુગલકર્મથી બંધાય
सव्वे पुव्वणिबद्धा दु पच्चया अत्थि सम्मदिहिस्स। उवओगप्पाओगं बंधते कम्मभावेण ॥१७३ ।। होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा। सत्तट्ठविहा भूदा णाणावरणादिभावेहिं ॥१७४॥ संता दुणिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स। बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स ॥१७५ ॥ एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिदो। आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा॥१७६ ॥ જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩. આણભોગ્ય બની ઉપભોગ્ય જે રીતે થાય તે રીતે બાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત - અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરૂષને; ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરૂષને. ૧૭૫. આ કારણે સમ્યકત્વસંયુત જીવ અણબંધક કહ્યા,
આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬. અર્થ : સમ્યગ્દષ્ટિને બધા પૂર્વે બંધાયેલા પ્રત્યયો (દ્રવ્ય આચૂવો) સત્તારૂપે મોજૂદ છે તેઓ ઉપયોગના પ્રયોગ
અનુસાર, કર્મભાવ વડે (-રાગાદિક વડે) નવો બંધ કરે છે. તે પ્રત્યયો, નિરુપભોગ્ય રહીને પછી જે રીતે ઉપભોગ્ય થાય છે તે રીતે, જ્ઞાનાવરણાદિભાવે સાત-આઠ પ્રકારના થયેલાં એવા કર્મોને બાંધે છે. સત્તા