________________
૧૬૭ બધા જ પરદ્રવ્ય શ્રમણ્યના છેદના આયતન છે. સંયોગના નિમિત્તભૂત આગમયુક્ત આહાર, અનશન, ગુફાદિ નિવાસ, વિહાર, દેહમાત્ર પરિગ્રહ, અન્ય મુનિઓનો પરિચય અને ધાર્મિક ચર્ચા-વાર્તા પણ રાગાદિક કરવો ઉચિત નથી, કારણ કે એમાં સંયમનો છેદ થાય છે. એટલે જે પરદ્રવ્યના પ્રતિ મમત્વનો છોડીને છેદવિહીન થઈને ગુરુની પાસે અથવા અન્ય સ્થળ પર રહેતો થકો જ્ઞાન-દર્શન અને મૂળ ગુણોમાં (પરમાત્માદ્રવ્ય)માં પ્રયત્નપૂર્વક વિચરણ કરે છે, એ પરિપૂર્ણ શ્રમણ છે.
શ્રમણની ઉક્ત આહાર-વિહારાદિઅપ્રયતચર્યાનિત્ય હિંસા છે કારણ કે ત્યાં નિયમથી અશુભોપયોગ થાય જ છે, એટલે અપ્રમત આચરણવાળાથી જીવ મરે કે ન મરે પણ અંતરંગ હિંસા નિશ્ચિત જ થાય છે. અપ્રમત આચરણવાળાને તો શાસ્ત્રોમાં છકાય સંબંધી વધનો કરવાવાળો કહ્યો છે. જ્યારે પ્રમત સમિતિવાનને બાહ્ય હિંસા થવા થકી પણ હિંસા માત્રથી બંધ થતો નથી. એટલે અંતરંગ છેદ સર્વથા નિષેધ્ય છે.
આ પ્રમાણે કાયચેષ્ઠાપૂર્વક જીવના મરવા થકી તો ક્યારેક બંધ થાય છે, ક્યારેક નહિ, પરંતુ પરિગ્રહથી તો નિશ્ચિત બંધ થાય છે, કારણ કે પરિગ્રહ અંતરંગ છેદ છે. એના રહેવાથી ભાવોમાં વિશુદ્ધિ નથી રહેતી તથા મૂચ્છ, આરંભ અને અસંયમનો સદ્ભાવ રહે છે. એટલે પરિગ્રહના સદ્ભાવમાં શ્રમણ આત્માને નથી સાધી શકતો, ન તો એને કર્મનો ક્ષય સંભવ છે.
એટલા માટે શ્રમણને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. આ જ સામાન્ય નિયમ છે, છતાં પણ વિશિષ્ટ ક્ષેત્ર-કાળને વશ શ્રમણ અનિષિદ્ધ પરિગ્રહ ગ્રહણ કરી શકે છે, કારણ કે એ પરિગ્રહથી છેદ નથી થતો. જેવી રીતે આહાર-નિહારાદિને માટે અનિષિદ્ધ આવશ્યક પરિગ્રહનો ગ્રહણ કરવું.
| જિનેન્દ્રદેવે તો દેહને પણ પરિગ્રહ કહ્યો છે, એના પણ સંસ્કાર ન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તો પછી બીજી તો વાત જ ક્યાં છે? એટલે જો સામર્થ્ય હોય તો સર્વપરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. અરિહંતોએ પણ આ જ કહ્યું છે, કારણ કે ઉત્સર્ગ જ વસ્તુનો ધર્મ છે, અપવાદ નહિ.
આમાં અનિષિદ્ધ ઉપધિ (પરિગ્રહ) અપવાદ છે. જે શ્રમણ્યને સહકારી કારણના રૂપમાં ઉપકાર કરવાવાળો હોવાથી ઉપકરણ છે.
યથાજાત રૂપ, ગુરુના વચન, સૂત્રોનું અધ્યયન અને વિનયને ઉપકરણ કહેવામાં આવ્યું છે. અપવાદ ઉપકરણભૂત આ ઉપધિ(પરિગ્રહ)નો નિષેધ નથી તથાપિ એ વસ્તુધર્મ ન હોવાથી ઉત્સર્ગમાર્ગ નથી.
શ્રમાગ શુદ્ધાત્મતત્વની ઉપલબ્ધિના સાધનભૂત ગ્રામર્થ્ય પર્યાયના પાલનને માટે યુક્ત આહારવિહારી હોય છે, ન તો વર્તમાન અથવા ભાવિ દિવ્ય શરીરના અનુરાગથી એટલે યુક્ત આહાર-વિહારી સાક્ષાત્ અનાહારી અને અવિહારી જ છે. જો કે એ દેહમાં મમત્વપૂર્વક અનુચિત આહાર ગ્રહણ નથી કરતાં, એટલે એ શ્રમણ યુક્ત આહારી છે. આહાર આત્માનો સ્વભાવ નથી – એવા પરિણામ યોગશ્રમણના હોવાથી એ યોગી છે, એટલા માટે એનો આહાર યુક્તાહાર (યોગીનો આહાર) છે. -