________________
અર્થ આત્મા જે શુભ કે અશુભ (પોતાના) ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કર્તા થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો (તે ભાવરૂપ કર્મનો) ભોક્તા થાય છે.
जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दुण संकमदि दव्वे। सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं ॥१०३॥ જેદ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે;
અણસંકર્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩. અર્થ : જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી
નથી (અર્થાત્ બદલાઇને અન્યમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી તે (વસ્તુ), અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે ?
दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि। तं उभयमकुव्वंतो तम्हि कह तस्स सो कत्ता॥१०४॥ આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે,
તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪. અર્થ આત્મા પુદ્ગલમય કર્મમાં દ્રવ્યને તથા ગુણને કરતો નથી, તેમાં તે બન્નેને નહિ કરતા થકો તે તેનો કર્તા કેમ હોય?
जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणाम। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण॥१०५॥ જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું,
ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. અર્થ જીવ નિમિત્તભૂત બનતાં કર્મબંધનું પરિણામ થતું દેખીને, જીવે કર્મ કર્યું એમ ઉપચારમાત્રથી કહેવાય
जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। ववहारेण तह कंद णाणावरणादि जीवेण॥१०६॥ યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે, એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬.