________________
૨૨૨
વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણચલ, ઇંદ્રિયરોધન, નહિ સ્નાન-દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજન, ૨૦૮. -આ મૂળગુણ શ્રમણો તણા જિનદેવથી પ્રજ્ઞસ છે,
તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે. ૨૯. અર્થ વ્રત, સમિતિ, ઇન્દ્રિયરોધ, લોચ, આવશ્યક, અચલપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંતધાવન, ઊભાં
ઊભાં ભોજન અને એક વખત આહાર - આ ખરેખર શ્રમણોના મૂળગુણો જિનવરોએ કહ્યા છે, તેમાં પ્રમત્ત થયો થકો શ્રમણ છેદો પસ્થાપક થાય છે.
लिंगग्गहणे तेसिं गुरु त्ति पव्वज्जदायगो होदि। छेदेसूवठ्ठवगा सेसा णिज्जावगा समणा ॥२१०॥ જે લિંગગ્રહણે સાધુપદ દેનાર તે ગુરુ જાણવા;
છેદયે સ્થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા. ૨૧૦. અર્થ :લિંગગ્રહણ વખતે જે પ્રવજ્યાદાયક (દીક્ષા દેનાર) છે તે તેમના ગુરુ છે અને જે છેદયે ઉપસ્થાપક છે
(એટલે કે (૧) જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમ જ (૨) જે સંયમમાં છેદ થતાં ફરી સ્થાપિત કરે છે, તે શેષ શ્રમણો નિર્યાપક છે. ૧. છેદઢયે = બે પ્રકારના છેદ. (અહીં (૧) સંયમમાં જે ૨૮ મૂળગુણરૂપ ભેદ પડે તેને પણ છેદ કહેલ છે અને (૨) ખંડનને અથવા દોષને પણ છેદ કહેલ છે.) ૨. નિર્યાપક = નિર્વાહ કરનાર, સદુપદેશથી દઢ કરનાર, શિક્ષાગુરુ, શ્રતગુરુ.
पयदम्हि समारद्धे छेदो समणस्स कायचे?म्हि। जायदिजदि तस्स पुणोआलोयणपुब्विया किरिया॥२११॥ छेदुवजुत्तो समणो समणं ववहारिणं जिणमदम्हि। आसेज्जालोचित्ता उवदिटुं तेण कायव्वं ॥ २१२॥ (जुगलं) જો છેદ થાય પ્રયત્ન સહ કૃત કાયની ચેષ્ટા વિષે, આલોચનાપૂર્વક ક્રિયા કર્તવ્ય છે તે સાધુને. ૨૧૧. છેદોપયુક્ત મુનિ, શ્રમણ વ્યવહારવિજ્ઞ કને જઈ, નિજ દોષ આલોચન કરી, શ્રમણોપદષ્ટિ કરે વિધિ. ૨૧૨.