________________
३२० જીવ ઉપયોગમય છે, ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાન ઉપયોગ બે પ્રકારનું છે. (૧) સ્વભાવ જ્ઞાનોપયોગ (૨) વિભાવ જ્ઞાનોપયોગ. જે જ્ઞાન ઇન્દ્રિયાદિક બાહ્ય પદાર્થોની સહાયતા વિનાસ્વતઃ જ જાણવામાં સમર્થ છે, એ શુદ્ધ જ્ઞાનસ્વભાવ જ્ઞાનોપયોગ છે. વિભાવ જ્ઞાનોપયોગ બે પ્રકારનું છે. (૧) સમ્યક વિભાવ જ્ઞાનોપયોગ (૨) મિથ્યા વિભાવ જ્ઞાનોપયોગ સમ્યક વિભાવ જ્ઞાનોપયોગના ચાર ભેદ છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન. મિથ્યા વિભાવ જ્ઞાનોપયોગના ત્રણ ભેદ છેઃ કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન. દર્શન ઉપયોગ પણ બે પ્રકારનું છે. (૧) સ્વભાવ દર્શનોપયોગ
(૨) વિભાવ દર્શનોપયોગ. જે શુદ્ધ છે અને ઇન્દ્રિયની સહાયતા વિના વગર થાય છે તે સ્વભાવ દર્શનોપયોગ છે. વિભાવ દર્શનોપયોગ ત્રણ પ્રકારનું છેઃ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન. એના પછી જીવની પર્યાયોનું વર્ણન છે. નિરપેક્ષ(સ્વભાવપર્યાય) અને સ્વપરાપેક્ષ (વિભાવ પર્યાય)ના ભેદથી પર્યાય પણ બે પ્રકારની છે. મોક્ષ કર્મોપાધિરહિત નિરપેક્ષ (સ્વભાવ) પર્યાય છે. નર, નારક, તિર્યંચ, દેવરૂપ કર્મોપાધિ સહિત પર્યાયો સ્વપરાપેક્ષ (વિભાવ) પર્યાય છે.
કર્મભૂમિ અને ભોગભૂમિજમાં જન્મ લેવાની અપેક્ષાથી મનુષ્યના કર્મભૂમિ અને ભોગભૂમિજ એવા બે ભેદ છે. પૃથ્વીના ભેદથી નરક સાત પ્રકારની છે. તિર્યંચ ચૌદ પ્રકારના અને દેવ ચાર પ્રકારના છે. વ્યવહારનયથી આત્મા પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા છે અને નિશ્ચયનયથી કર્મજનિત ભાવનો કર્તા-ભોક્તા છે. દ્રવ્યાર્થિકનયથી પૂર્વકથિત પર્યાયથી ભિન્ન છે અને પર્યાયાર્થિકનયથી એ પર્યાયથી સંયુક્ત છે. અજીવ અધિકાર : આ અધિકાર ૨૦ થી ૩૭ ગાથા સુધી છે. જેમાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચ અચેતન દ્રવ્યોનું સામાન્ય વર્ણન છે. પ્રારંભની દસ ગાથાઓ પુગલના ભેદ-પ્રભેદો સહિત કથન છે. પુદ્ગલ દ્રવ્ય બે પ્રકારનું છે. (૧) સ્કંધ (૨) પરમાણુ
સ્કંધ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે અને તે છ પ્રકારનું છે. અતિપૂલ, ધૂલ, સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષ્મણૂલ, સૂક્ષ્મ અને સૂક્ષ્મસૂક્ષ્મ. ભૂમિ, પર્વતાદિ અતિસ્થૂલ સ્કંધ છે. ઘી, તેલ, જલ આદિ ધૂળ ખંધ છે. છાયા, અંધકાર,