________________
૨૩૫
અર્થ : જો તે વિષયકષાયો પાપ છે' એમ શાસ્ત્રોમાં પ્રરૂપણ કરવામાં આવ્યું છે, તો તેમાં પ્રતિબદ્ધ (વિષયકષાયોમાં
લીન) તે પુરુષો 'નિસ્તારક કેમ હોઈ શકે ? ૧. નિતારક નિસ્તાર કરનારા, તારનારા; પાર ઉતારનારા.
उवरदपाओ पुरिसो समभावो धम्मिगेसु सव्वेसु।। गुणसमिदिदोवसेवी हवदि स भागी सुमग्गस्स ॥ २५९॥ તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ-ઉપરમ જેહને,
સમભાવ જ્યાં સૌ ધાર્મિક, ગુણસમૂહસેવન જેહને. ૨૫૯. અર્થ : જેને પાપ વિરામ પામ્યું છે, જે સર્વ ધાર્મિકો પ્રત્યે સમભાવવાળો છે અને જે ગુણસમુદાયને સેવનારો છે તે પુરુષ સુમાર્ગવંત છે.
असुभोवयोगरहिदा सुद्धवजुत्ता सुहोवजुत्ता वा। णित्थारयति लोगं तेसु पसत्थं लहदि भत्तो॥२६०॥ અશુભોપયોગરહિત શ્રમણો-શુદ્ધ વા શુયુક્ત જે,
તે લોકને તારે; અને તદ્ભક્ત પામે પુણ્યને. ર૬૦. અર્થ જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા શુદ્ધોપયુક્ત અથવા શુભોપયુક્ત હોય છે, તેઓ (તે શ્રમણો) લોકને તારે છે; (અને) તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ પ્રશસ્તને (-પુણ્યને) પામે છે.
दिट्ठा पगदं वत्थु अब्भुट्ठाणप्पधाणकिरियाहिं। वट्टदु तदो गुणादो विसेसिव्वो त्ति उवदेसो॥ २६१॥ પ્રકૃત વસ્તુ દેખી અભુત્થાન આદિ ક્રિયા થકી,
વર્તે શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ર૬૧. અર્થ : 'પ્રકૃત વસ્તુ દેખીને (પ્રથમ તો) ‘અભ્યત્થાન આદિ ક્રિયાઓ વડે (શ્રમણ) વર્તા, પછી ગુણ પ્રમાણે ભેદ
પાડવો. -આમ ઉપદેશ છે. ૧. પ્રકૃત વસ, = અવિકૃત વસ્તુ, અવિપરીત પાત્ર. (અત્યંતર-નિરુપરાગ-શુદ્ધ આત્માની ભાવનાને જણાવનારું જે બહિરંગનિર્ગથ-નિર્વિકાર-રૂપ તે રૂપવાળા શ્રમણને અહીં ‘પ્રકૃત વસ્તુકહેલ છે.). ૨. અભ્યત્યાત = માનાર્થે ઊભા થઈ જવું અને સામા જવું તે.
अब्भुट्ठाणं गहणं उवासणं पोसणं च सकारं। अंजलिकरणं पणमं भणिदमिह गुणाधिगाणं हि ॥ २६२ ॥