________________
૧૪૦
સમ્યકત્વ, ને સંયમ, તથા પૂર્વાગગત સૂત્રો, અને
ધર્માધરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને. ૪૦૪. અર્થ શાસ્ત્ર જ્ઞાન નથી કારણ કે શાસ્ત્ર કાંઈ જાણતું નથી (જડ છે), માટે જ્ઞાન અન્ય છે, શાસ્ત્ર અન્ય છે - એમ
જિનદેવો કહે છે. શબ્દ જ્ઞાન નથી કારણ કે શબ્દ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, શબ્દ અન્ય છે - એમ જિનદેવો કહે છે. રૂપ જ્ઞાન નથી કારણ કે રૂપ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, રૂપ અન્ય છે - એમ જિનદેવો કહે છે. વર્ણ જ્ઞાન નથી કારણ કે વર્ણ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે - એમ જિનદેવો કહે છે. ગંધ જ્ઞાન નથી કારણ કે ગંધ કાંઈ જાણતી નથી, માટે જ્ઞાન અન્ય છે, ગંધ અન્ય છે - એમ જિનદેવો કહે છે. રસ જ્ઞાન નથી કારણ કે રસ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, રસ અન્ય છે - એમ જિનદેવો કહે છે. સ્પર્શ જ્ઞાન નથી કારણ કે સ્પર્શ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, સ્પર્શ અન્ય છે - એમ જિનદેવો કહે છે. કર્મ જ્ઞાન નથી કારણ કે કર્મ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, કર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે. ધર્મ (અર્થાતુ ધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે ધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, ધર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે. અધર્મ (અર્થાત અધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે અધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, અધર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે. કાળ જ્ઞાન નથી કારણ કે કાળ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, કાળ અન્ય છે - એમ જિનદેવો કહે છે. આકાશ પણ જ્ઞાન નથી કારણ કે આકાશ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, આકાશ અન્ય છે - એમ જિનદેવો કહે છે.અધ્યવસાન જ્ઞાન નથી કારણ કે અંધ્યવસાન અચેતન છે, માટે જ્ઞાન અન્ય છે તથા અધ્યવસાન અન્ય છે (એમ જિનદેવો કહે છે).
કારણ કે (જીવ) નિરંતર જાણે છે માટે જ્ઞાયક એવો જીવ જ્ઞાની (-જ્ઞાનવાળો, જ્ઞાનસ્વરૂપ) છે, અને જ્ઞાન જ્ઞાયકથી આવ્યતિરિક્ત છે (-અભિન્ન છે, જુદું નથી) એમ જાણવું. - બુધ પુરુષો (અર્થાત્ જ્ઞાનીજનો) જ્ઞાનને જ સમ્યગ્દષ્ટિ, (જ્ઞાનને જ) સંયમ, અંગપૂર્વગત સૂત્ર, ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) તથા દીક્ષા માને છે.
अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवदि एवं। आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु॥ ४०५ ॥ ण वि सक्कदि घेत्तुं जंण विमोत्तुं जं च जं परद्दव्वं । सो को वि य तस्स गुणो पाउगिओ विस्ससो वा वि॥४०६॥ . तम्हा दु जो विसुद्धो चेदा सो णेव गेण्हदे किंचि । णेव विमुंचदि किंचि वि जीवाजीवाण व्वाणं॥४०७॥