________________
૨૭૯ નિજ ભાવ કરતો આતમા કર્તા ખરે નિજ ભાવનો,
કર્તા ન પુદ્ગલકર્મનો; -ઉપદેશ જિનનો જાણવો. ૬૧. અર્થ પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્યા છે, પુદ્ગકર્મોનો નહિ. આમ જિનવચન
જાણવું. ૧. જો કે શુદ્ધનિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો “સ્વભાવો’ કહેવાય છે તો પણ અશુદ્ધનિશ્ચયથી રાગ દિક પણ “સ્વભાવો’ કહેવાય છે.
कम्मं पि सगं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं। जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण॥६२॥ રે! કર્મ આપસ્વભાવથી નિજ કર્મપર્યયને કરે,
આત્માય કર્મસ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬૨. અર્થ કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી (ઔદાયિકાદિ ભાવથી) બરાબર પોતાને કરે છે.
कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं। किध तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ॥६३॥ જો કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને,
ક્રમ કર્મ ફળ જીવને? ક્યમ જીવ તે ફળ ભોગવે? ૬૩. અર્થ : જો કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે ?
ओगाढगाढणिचिदो पोग्लकायेहिं सव्वदो लोगो। सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं ॥६४॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪. અર્થ લોક સર્વત: વિવિધ પ્રકારના, અનતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુલકાયો (પુદ્ગલસ્કંધો) વડે (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે.
अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावहिं। गच्छंति कम्मभावं अण्णोणाणागाहमवगाढा॥६५॥