________________
૨૯
પરંતુ કર્મભાવરૂપ પરિણામ એક પુદ્ગલદ્રવ્યનું જ થાય છે, એટલે જીવ ભાવરૂપ નિમિત્તથી રહિત જ કર્મનું પરિણામ છે.
એ પ્રમાણે જીવના પરિણામ પણ પુદ્ગલદ્રવ્યના કર્મઉદયરૂપ નિમિત્તથી ભિન્ન જ છે, કારણ કે જો જીવનું કર્મની સાથે જ રાગાદિ પરિણામ માનીએ તો જીવ અને કર્મ બન્ને રાગાદિ ભાવોને પ્રાપ્ત થઈ જાય, પરંતુ રાગાદિ ભાવના પરિણામ તો એક જીવના જ થાય છે. એટલે કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ જીવના પરિણામ છે.
અંતમાં આચાર્યદેવ અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે કે ‘જીવ કર્મપ્રદેશોથી બાંધેલો અને સ્પર્શિત છે’ એ વ્યવહારનયનું કથન છે. ‘જીવ અબદ્ધ અને અસ્પર્શિત એ નિશ્ચયનયનું કથન છે. પરંતુ આ બન્ને પણ નયપક્ષ જ છે. એકમાત્ર સમયસારભૂત શુદ્ધાત્મા જ નયપક્ષ રહિત છે. જે જીવ નયપક્ષનો કિંચિત્માત્ર પણ ગ્રહણ ન કરતો માત્ર તેને જાણતો થકો આત્મામાં લીન થાય છે, એ પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરે છે, એ સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની છે.
૩. પુણ્ય-પાપ અધિકાર :
6
આ અધિકારમાં ‘કર્મ જ બંધનું કારણ છે' આ સિદ્ધ કરી શુભાશુભ બન્ને જ કર્મોના બંધનો હેતુ હોવાથી હેય છે એમ પ્રતિપાદન કરતાં શુદ્ધ પરિણામને જ એકમાત્ર ઉપાદેય બતાવવામાં આવ્યું છે.
અજ્ઞાની જીવ શુભને સુશીલ અને અશુભને કુશીલ(બુરો) માને છે, જ્યારે એની માન્યતા ઉચીત નથી, કારણ કે બંધની અપેક્ષા બન્ને જ કર્મ સમાન છે. જેવી રીતે સોનાની અને લોહની - બન્ને બેડીઓ બંધનું કારણ છે, તે પ્રમાણે શુભકર્મ અને અશુભકર્મ બન્ને જ બંધની અપેક્ષાએ સમાન હોવાથી હેય છે, દુઃખરૂપ અને સંસારનો હેતુ છે.
કર્મબંધનનો મૂળ હેતુ રાગ છે. રાગને કારણે જ શુભાશુભ કર્મોનો બંધ થાય છે. એટલે કર્મોની સાથે રાગને છોડવો જોઈએ.
આ પ્રમાણે શુભાશુભ ભાવોને બંધનો હેતુ જાણીને એના પ્રતિ રાગને છોડીને જે વૈરાગ્યપૂર્વક જ્ઞાનમયી આત્મામાં, પરમાર્થમાં સ્થિત રહે છે, તે શીઘ્ર જ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
પરમાર્થમાં સ્થિત જીવના વ્રત-તપાદિ સાર્થક છે. પરમાર્થમાં અસ્થિત જીવના વ્રત-તપાદિ તો ‘બાળવ્રત’ એટલે ‘બાળતપ' કહેવામાં આવે છે. એનાથી શુભબંધ થઈને સ્વર્ગાદિની પ્રાપ્તિ તો થઇ શકે છે, પરંતુ મુક્તિ નથી. અજ્ઞાની જીવ મોક્ષના વાસ્તવિક કારણ ન જાણતો સંસારગમનના હેતુભૂત શુભ ભાવો (પુણ્ય)ને જ મોક્ષનો હેતુ સમજીને ઇચ્છે છે અને તેમાં જ પ્રવૃત્તિ કરે છે, જેનું ફળ અનંત સંસાર જ છે; મોક્ષ નહિ.
વસ્તુતઃ જીવાદિ પદાર્થોના યથાર્થ શ્રદ્ધાન જ સમ્યગ્દર્શન, જીવાદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન જ સમ્યજ્ઞાન અને રાગાદિનો ત્યાગ અથવા સ્વરૂપમાં રમણતા એ જ સમ્યપ્ચારિત્ર છે - આ ત્રણેની એકતા મોક્ષમાર્ગ છે.