________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૪૧ * સર્વ કષાયનમેં માયાકા ફલ બહુત હી પાપકો ઉપજાવે હૈ. જો નિગોદમેં ઉપજી મહા દુઃખી હોય તો માયાકષાયકા ફલ હૈ ઔર અન્ય જો ક્રોધ, માન, લોભ ઈન કષાયતૈ નરક હોય હૈ, નિગોદ નહીં હોય હૈ. ૨૨૧.
(૫. ટેકચંદજી, સુદષ્ટિ-તરંગિણી, પાનું-પ૩૯ ) * અહો ! જગતમાં મૂર્ણ જીવોને શું મુશ્કેલ છે? તેઓ જે અનર્થ કરે તેનું આશ્ચર્ય નથી પણ ન કરે તે જ ખરેખર આશ્ચર્ય છે, શરીરને પ્રતિદિન પોષે છે, સાથે સાથે વિષયોને પણ તેઓ સેવે છે. એ મૂર્ખ જીવોને કંઇ પણ વિવેક નથી કે વિષપાન કરી અમરત્વ ઈચ્છે છે? – સુખ વાંછે છે? ૨૨૨.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૯૬ ) * મોહથી અંધ જીવોના હૃદયમાં બાહ્ય સ્ત્રી, પુત્ર, શરીર આદિ પદાર્થો પોતાપણે ભાસે છે. મોહ રહિત પુરુષોના હૃદયમાં કર્મમલથી રહિત અવિનાશી આત્મા જ સદા પોતાપણે ભાસે છે. હે જીવ! જે તું આ બે ભેદને સમજી ગયો છે તો તું આ સ્ત્રી પુત્રાદિ કે જેને તે પોતાના માની લીધા છે તેમાં એકત્વબુદ્ધિરૂપ દુષ્ટ મોહને ક્ષણમાત્રમાં નાશ કેમ કરતો નથી. ૨૨૩.
(અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૮૮) * હે દેવ! મને તારી ચિંતા છે, જ્યારે આ મધ્યાન્હનો પ્રસાર વીતી જશે ત્યારે તું તો પોઢી જઇશ, ને આ પાલી સૂની પડી રહેશે. (આત્મા છે ત્યાં સુધી આ ઈન્દ્રિયોની નગરી વસેલી લાગે છે; આત્મા ચાલ્યો જતાં તે બધું સૂનકાર ઉજ્જડ થઈ જાય છે; – માટે વિષયોથી વિમુખ થઈને આત્માને સાધી લે.) ૨૨૪.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ- દોહા, ગાથા-૧૮૨ ) * જૈસે સ્ફટિકમણિ સ્વભાવસે નિર્મલ હૈ, ઉસી તરહું આત્મા જ્ઞાનદર્શનરૂપ નિર્મલ હૈ. ઐસે આત્મસ્વભાવકો હે જીવ! શરીરકી મલિનતા દેખકર ભ્રમસે મૈલા મત માન. ૨૨૫.
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨, ગાથા-૧૭૭) * શ્રાવકોકો પાની છાનકર પીનેકા ઉપદેશ હૈ. પ્રથમ યહ આવશ્યક હૈ કિ ઉનકે ભાવોમેં શુદ્ધ સમ્યગ્દર્શન હો વ અપને ચિત્તકો દોષોંકો હટાકર સાફ કરે, ચિત્તકો છાને, ફિર પાનીકો છાનકર પીવે. ૨૨૬.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૨૯૦).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com