________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨)
(પરમાગમ – ચિંતામણિ * હે નાથ ! આપની સ્તુતિ-પૂજન કરવાથી આરંભ આદિ વડે થોડું પાપ અવશ્ય થાય છે. પરંતુ જેમ શીતળ તથા કલ્યાણકારી જળથી ભરેલા મહાસાગરને વિષનું એક ટીપું ખરાબ કરી શકતું નથી, તેમ જિન-પૂજનના પુષ્કળ પુણ્યરાશિ પાસે તે અલ્પ પાપ અફળ બની જાય છે. ૪૮૫.
(શ્રી સમતભદ્ર આચાર્ય, બૃહદ્ સ્વયંભૂસ્તોત્ર, શ્લોક-૫૮) * તન, ધન, રૂપ, સંપદા, યૌવન, અધિકાર, રાજ્ય, લક્ષ્મી અને મહત્તા આદિ ક્ષણભંગુર સંપદાનો ગર્વ કરવો એ મુમુક્ષુને યોગ્ય નથી. કારણ સત્તાગુણે સિદ્ધ સમાન અને ગૈલોકયના આભૂષણરૂપ આત્મા તુચ્છ અને ક્ષણિક એવી વસ્તુ પામીને ગર્વ કરવો શોભતો જ નથી. માન એ જ મોક્ષસુખમાં પરમ વિજ્ઞભૂત છે. મહાન તપસ્વી, પરમ વિવેકી અને અતિ બળવાન એ બાહુબલી જેવા પુરુષને પણ એ સૂક્ષ્મ માનના ઉદયે એક વર્ષ જેટલા લાંબા કાળ પર્યત નિરાવરણ આત્મસુખ અખંડિતપણે અનુભવવા દીધું નહિ. તો પછી અન્ય અલ્પ શક્તિધારક જીવો માનને સેવી ક્યાંથી મોહલક્ષ્મીને વરે? મોક્ષ સુખપ્રાપ્તિમાં માન એ પ્રબળ અંતરાયરૂપ છે. ૪૮૬.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૨૧૭)
* * * * આ રીતે વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, બાર અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રરૂપ ભાવસંવરના કારણોનું જે વ્યાખ્યાન કર્યું તેમાં નિશ્ચય-રત્નત્રયના સાધક વ્યવહારરત્નત્રયરૂપ શુભોપયોગનું પ્રતિપાદન કરનારાં જે વાક્યો છે તેને પાપાસ્ત્રના સંવરના કારણ જાણવાં. અને જે વ્યવહાર રત્નત્રયથી સાધ્ય શુદ્ધોપયોગ- લક્ષણવાળા નિશ્ચયરત્નત્રયનું પ્રતિપાદન કરનારાં વાક્યો છે તેને પુણ્ય-પાપ એ બંનેના સંવરના કારણ જાણવાં. ૪૮૭.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદદ્રવ્યસંગ્રહ ગાથા ૩૫ ની ટીકામાંથી) * હું જિનેન્દ્ર! આપનું શાસન એક તરફથી તો દુ:ખથી છૂટવા માટેનો ઉદ્યમ કરાવે છે અને વળી બીજી તરફ પરાણે દુઃખનો ભાર વહેવડાવે છે અર્થાત્ તપશ્ચરણાદિ કષ્ટ સહન કરવાનો ઉપદેશ આપે છે – આવું, બીજાઓ જેની સાથે ઘર્ષણ ન કરી શકે એવું આપનું અજેય શાસન જગતમાં દુઃખના કારણોને પણ મૂળથી ઉખેડી નાખે છે. ૪૮૮.
(શ્રી અમૃતચંદ્ર આચાર્ય, લઘુતત્ત્વસ્ફોટ, સ્તુતિ -૮ શ્લોક – ૨૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com