________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૮૩ * જેમ કોઈ પુરુષ તપેલા લોખંડના ગોળા વડ પરને ઇજા કરવા ઇચ્છતો થકો પ્રથમ તો પોતાને જ ઈજા કરે છે (–પોતે પોતાના જ હાથને બાળે છે) , પછી પરને તો ઇજા થાય કે ન થાય – નિયમ નથી. તેમ જીવ તપેલા લોખંડના ગોળા સમાન મોહાદિ પરિણામે પરિણમતો થકો પ્રથમ તો નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધ ભાવપ્રાણને જ ઈજા કરે છે, પછી પરના દ્રવ્યપ્રાણોને ઈજા થાય કે ન થાય – નિયમ નથી. ૪૪૫.
(શ્રી જયસેન આચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૧૪૯) * યધપિ ઈસલોકમેં મૃત્યુ હૈ સો જગતકો આતાપક કરનેવાલા હૈ તો હૂ સમ્યજ્ઞાની કે અમૃતસંગ જો નિર્વાણ તાકે અર્થિ છે. જૈસે કાચા ઘડાકું અગ્નિમેં પકાવના હૈ, સો અમૃતરૂપ જલકે ધારણકે અર્થિ હૈ, જો કાચા ઘડા અગ્નિમેં નહી પકે તો ઘડામેં જલધારણ નાહીં હોય હૈ, અગ્નિમેં એક બાર પકિ જાય તો બહુતકાલ જલકો સંસર્ગકું પ્રાપ્ત હોય. તૈસે મૃત્યુના અવસરમેં આતાપ સમભાવનિકરિ એકવાર સહિ જાય તો નિર્વાણકા પાત્ર હો જાય. ૪૪૬.
(મૃત્યુમહોત્સવ, શ્લોક-૧૩)
* * * * જેમ કોઇ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ, રાગાદિ ભાવોના અભાવથી સર્વ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવવા છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી. ૪૪૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર - ટીકા, ગાથા- ૧૯૬) * જેમણે પરમાત્મસ્વરૂપને દેખી લીધું છે તેઓ જીવના સ્વરૂપમાં નાનામોટાપણાનો ભેદ દેખતા નથી, તેઓ સદા સર્વત્ર દોષરહિત પવિત્ર આત્મ-ગુણસામર્થ્યને જ દેખે છે. ૪૪૮.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૨૩) * મુમુક્ષુએ તત્ત્વમાં કયાંય પણ આગ્રહ રાખવો ન જોઇએ કારણ કે જે સમસ્ત આગ્રહોથી –એકાંત અભિનિધિશોથી રહિત છે તે જ નિર્વાણને સાધે છે. ૪૪૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, ચૂલિકા અધિકાર, ગાથા-૩૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com