________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮)
(પરમાગમ – ચિંતામણિ પ્રશ્ન- અવધારણા (નિંદા, અવહેલના – અવજ્ઞા, ઉપેક્ષા) ક્યાં કરવી?
ઉત્તરઃ- દુષ્ટ પુરુષ, પર સ્ત્રી અને પરધનની સદાય ઉપેક્ષા કરવી જોઈએ – તેમનાથી સદાય દૂર રહેવું જોઇએ. (દુષ્ટ પુરુષ, પર સ્ત્રી અને પારકા ધનના પરિચયની સદા અવહેલના કરવી જોઇએ.) ૧૨૫૬.
(શ્રીમદ રાજર્ષિ અમોધવર્ષ, રત્નમાલા, શ્લોક-૧૮)
* * *
* જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે – પહેલાં મોટું પાપ છોડાવી, પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાતવ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય, તથા પોતાના આત્માને દુઃખસમુદ્રમાં ડૂબાવવા ન ઈચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વ-પાપને અવશ્ય છોડો. ૧૨૫૭.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૬, પાનું -૧૯૮) * પરિગ્રહવંત સમ્યગ્દષ્ટિ પણ અનુભવને કોઇ કોઇ વેળા કરે છે, તેઓ પણ ધન્ય છે - મોક્ષના સાધક છે; જે સમયે અનુભવ કરે છે તે સમયે સિદ્ધ સમાન અમ્યાન આત્મત્ત્વને અનુભવે છે. એકદેશ સ્વરૂપ અનુભવમાં સ્વરૂપ અનુભવની જાતિ પીછાણી છે. અનુભવ પૂજ્ય છે – પરમ છે – ધર્મ છે –સાર છે – અપાર છે, ઉદ્ધાર કરે છે, અવિકાર છે, ભવપાર કરે છે, મહિમાને ધારણ કરે છે, દોષને હરવાવાળો છે અને તેનાથી ચિદાનંદનો સુધાર છે. ૧૨૫૮.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશક પાનું-૯૫)
* * *
* ક્ષીણ હો ગયા હૈ મોહ જિસકા ઔર શાંત હો ગયા હૈ કલુષ કષાયરૂપ મૈલ જિસકા ઐસે સમભાવોમેં આરૂઢ હુએ યોગીશ્વરકો આશ્રય કરકે હરિણી તો સિંહકે બાલકકો અપને પુત્રી બુદ્ધિસે સ્પર્શ કરતી વા યાર કરતી હૈ ઔર ગઉ હૈ સો વ્યાઘસે બચ્ચકો પુત્રકી બુદ્ધિસે પ્યાર કરતી હૈ. માર્જરી હંસકે બચ્ચકો સ્નેહી દષ્ટિએ વશીભૂત હો સ્પર્શતી હૈ તથા મયૂરની સર્પક બચ્ચે કો પ્યાર કરતી હૈ. ઇસી પ્રકાર અન્ય પ્રાણી ભી જન્મસે જો બૈર હૈ ઉસકો મદ રહિત હો છોડ દેતે હૈં. યહુ સામ્યભાવકા હી પ્રભાવ હૈ. ૧૨૫૯.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૪, શ્લોક-ર૬ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com