________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦)
(પરમાગમ – ચિંતામણિ * જે ભવ્ય જીવ ભક્તિથી કુન્દરૂ વૃક્ષના પાંદડા જેવડા જિનાલય અથવા જવા જેવડી જિનપ્રતિમાનું પણ નિર્માણ કરાવે છે તેમના પુણ્યનું વર્ણન કરવા માટે અહીં વાણી (સરસ્વતી ) પણ સમર્થ નથી. તો પછી જે ભવ્ય જીવ તે (જિનાલય અને જિનપ્રતિમા ) બંનેનુંય નિર્માણ કરાવે છે તેમના વિષયમાં શું કહેવું? અર્થાત્ તે તો અતિશય પુણ્યશાળી છે જ. ૯૪૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દેશવ્રત- ઉદ્યોતન, શ્લોક-૨૨)
* * * * પરોક્ષજ્ઞાનવાળાઓને સ્વભાવથી જ દુઃખ છે, કારણ કે તેમને વિષયોમાં રતિ વર્તે છે; કેટલીક વાર તો તેઓ, અસહ્ય તૃષ્ણારૂપી દાહને લીધે (–તીવ્ર ઈચ્છારૂપી દુઃખને લીધે), મરણ સુધીનું જોખમ વહોરીને પણ ક્ષણિક ઇન્દ્રિયવિષયોમાં ઝંપલાવે છે. જો તેમને સ્વભાવથી જ દુઃખ ન હોય તો વિષયોમાં રતિ જ ન હોવી જોઈએ. જેને શરીરમાં ગરમીની બળતરાનું દુઃખ નષ્ટ થયું હોય તેને ઠંડકના બાહ્ય ઉપચારમાં રતિ કેમ હોય? માટે પરોક્ષજ્ઞાનવાળા જીવોને દુઃખ સ્વાભાવિક જ છે એમ નકી થાય છે. ૯૪૬.
(શ્રી પ્રવચનસાર, ગાથા-૬૪ નો ભાવાર્થ) * યદિ પરમતત્ત્વકે પ્રેમમેં મોહિત હો તો યહું જ્ઞાની ઈસ મોહકી સહાયતાસે શાસ્ત્ર જ્ઞાનમેં વ ગુરુ દ્વારા પ્રગટ જ્ઞાનમેં વ જ્ઞાનકે સાધનોમેં આનંદ માનતા હૈ. પરંતુ યદિ શરીરકે રાગમેં મૂઢ હો જાવે તો અનંતાનંત કાલ તક પુદ્ગલ સ્વભાવમેં હી રતિકો પ્રાપ્ત હો ઇતના ભ્રમણ કરે. ૯૪૭.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૩૭૪)
* * *
* સ્વરૂપની સંભાળ અને ભોગોનો પ્રેમ-એ બંને વાતો એક સાથે જ જૈન ધર્મમાં હોઇ શકે નહિ, તેથી જો કે સમ્યજ્ઞાની વર્ગણા, યોગ, હિંસા અને ભોગોથી અબંધ છે તોપણ તેને પુરુષાર્થ કરવાને માટે જિનરાજની આજ્ઞા છે, તેઓ શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરે છે પણ ફળની અભિલાષા રાખતા નથી અને હૃદયમાં સદા દયાભાવ રાખે છે, નિર્દય હોતા નથી. પ્રમાદ અને પુરુષાર્થ હીનતા તો મિથ્યાત્વ દશામાં જ હોય છે, જ્યાં જીવ મોહનિંદ્રાથી અચેત રહે છે; સમ્યકત્વભાવમાં પુરુષાર્થ હીનતા નથી. ૯૪૮.
(શ્રી બનારસીદાસજી, નાટય સમયસાર, બંધ દ્વાર, પદ-૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com