________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨)
(પરમાગમ – ચિંતામણિ * સ્વયં (-પોતાથી જ ) ઊપજતું, સમંત (અર્થાત્ સર્વપ્રદેશથી જાણતું), અનંત પદાર્થોમાં વિસ્તૃત; વિમળ અને અને અવગહાદિથી રહિત-એવું જ્ઞાન એકાંતિત સુખ છે એમ (સર્વજ્ઞદવે ) કહ્યું છે. ૯૫૪.
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૫૯) * હે શ્રીમદ્ જિનેન્દ્રદેવ! અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ) આપનાર આપના ચરણ યુગલનું હું શરણ પ્રાપ્ત કરી ચૂક્યો છું, માટે હું ધન્ય છું, પુણ્યનું સ્થાન છું, આકુળતા રહિત છું, શાંત છું, વિપત્તિઓ રહિત છું અને જ્ઞાતા પણ છું. ૯૫૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ક્રિયાકાંડ ચૂલિકા, શ્લોક-૯) * સંયમી જીવોને મનમાં, અસંયમી (અજ્ઞાની) જનોને દેખીને ઘણો સંતાપ થાય છે કે અરેરે! જુઓ તો ખરા, સંસારરૂપી કૂવામાં ડૂબવા છતાં આ જીવો કેમ નાચી રહ્યા છે ! ૯પ૬.
(આચાર્ય શ્રી ધર્મદાસ ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, શ્લોક-૯) * જે સાધુ એકાંત નિવાસને એક અદ્વિતીય ચક્રવર્તીપણા સમાન લેખે છે, શરીરના વિનાશને મનોવાંછિત લાભ માને છે; લાભાંતરાયાદિ ઘાતકર્મોના ક્ષયોપશમજન્ય સુખના ઉદયને મોક્ષના વિઘાતરૂપ પરમ દુ:ખ સમજે છે અને તેના પરિહારને જ જે સુખ શ્રદ્ધે છે, દુઃખી જીવોને દુઃખ પરિહાર પ્રસંગે આવી પડનારા દેહત્યાગ જેવા વિકટ પ્રસંગને સર્વસ્વ ત્યાગરૂપ મહોત્સવ માને છે, તેને આ ત્રિભુવનમાં ક્યો પદાર્થ કે પ્રસંગ સુખના હેતુરૂપ ન થાય ? ૯૫૭.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૨૫૬ ) * અંતરાત્મા આત્મજ્ઞાનથી ભિન્ન કોઈ કાર્યને લાંબા સમય સુધી પોતાની બુદ્ધિમાં ધારણ કરે નહિ. જે પ્રયોજનવશાત્ વચન-કાયથી કંઈ પણ કરવાનો વિકલ્પ કરે તો તે અનાસકતપણે કરે. ૯૫૮.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૫૦) * વિચાર છે તે તો ઉપયોગને આધીન છે. જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય. પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે માટે અન્ય જ્ઞયનો વિચાર થતાં વા શયનાદિ ક્રિયા થતાં તત્ત્વોનો વિચાર નથી તોપણ તેની પ્રતીતિ તો કાયમ જ રહે છે, નષ્ટ થતી નથી. ૯૫૮.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૯, પાનું-૩૨૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com