________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨)
(પરમાગમ – ચિંતામણિ * સંસારકા સબ ઠાઠ ક્ષણભંગુર હૈ, ઐસા જાનકર પંચેન્દ્રિયોંકે વિષયોમેં મોહ નહીં કરના. વિષયકા રાગ સર્વથા ત્યાગના યોગ્ય હૈ. પ્રથમ અવસ્થામેં ધપિ ધર્મતીર્થકી પ્રવૃત્તિકા નિમિત્તે જિનમંદિર, જિનપ્રતિમા, જિનધર્મ તથા જૈનધર્મી ઈનમેં પ્રેમ કરવા યોગ્ય હૈ, તો ભી શુદ્ધાત્માકી ભાવનાને સમય યહું ધર્માનુરાગ ભી નીચે દરજ્જૈકા ગિના જાતા હૈ. વહાંપર કેવલ વીતરાગભાવ હી હૈ. પ૨૭.
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૧૩) ના ભાવાર્થમાંથી) * સંસારમાં ભોગ - ઉપભોગની પ્રાપ્તિથી જેટલું સુખ થાય છે તેને અને તે ભોગ - ઉપભોગના નાશથી જેટલું દુઃખ થાય છે તેને સરખાવીએ તો ભોગઉપભોગની પ્રાપ્તિથી થતાં સુખ કરતાં ભોગ-ઉપભોગના નાશથી થતું દુઃખ અત્યંત અધિક છે. પ૨૮.
( શ્રી શિવ કોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૨૪૯)
* * *
* શાસ્ત્રમાં નાના પ્રકારના મિથ્યાષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એટલું જ જાણવું કે પ્રકારને ઓળખી પોતાનામાં કોઈ એવો દોષ હોય તો તેને દૂર કરી સમ્યક શ્રદ્ધાયુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઇ કષાયી ન થવું. કારણ કે –પોતાનું ભલુ - બૂરું તો પોતાના પરિણામોથી થાય છે. પ૨૯.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, - અધિ. –૭ પાનું – ૨૭૦) * જેવી રીતે સૂર્યના ઉદયમાં પૃથ્વી ઉપર તડકો ફેલાઈ જાય છે અને અંધકારનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે જ્યાં સુધી શુદ્ધ આત્માનો અનુભવ રહે છે ત્યાં સુધી કોઈ વિકલ્પ અથવા નય આદિનો પક્ષ રહેતો નથી. ત્યાં નયવિચારનો લેશ પણ નથી, પ્રમાણની પહોંચ નથી અને નિક્ષેપોનો સમુદાય નષ્ટ થઈ જાય છે. પહેલાંની દશામાં જે જે વાતો સહાયક હતી તે જ અનુભવની દશામાં બાધક થાય છે અને રાગ-દ્વેષ તો બાધક છે જ. પ૩)
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવઢાર, પદ-૧૦) * શરીરો, ધન, સુખદુઃખ અથવા શત્રુમિત્રજનો – એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધુવ તો ઉપયોગાત્મક આત્મા છે. પ૩૧.
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૧૯૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com