________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૫
પરમાગમ – ચિંતામણિ)
* પ્રશ્ન- આ જીવના રત્નત્રયગુણના લૂંટનાર કોણ છે? ઉત્તર – પાંચ ઇન્દ્રિયના વિષયો. (રત્નત્રયગુણના હરનાર છે). ૧૦૮૨.
(શ્રીમદ્ રાજર્ષિ-અમોધવર્ષ, રત્નમાલા, શ્લોક-૭)
* * * * જેમ સૂર્ય ધોર અંધકારનો નાશ કરે છે, પવન વાદળોને નષ્ટ કરે છે, અગ્નિ મહા વનનો નાશ કરે છે, વજ પર્વતનો નાશ કરે છે તેમ સમ્યગ્દર્શન કર્મોનો નાશ કરે છે. ૧૦૮૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, રયણસાર, ગાથા-પર) * જેમ કોઇ વેશ્યાસકત પુરુષ પોતાનું ધન લૂંટાતું હોવા છતાં હર્ષ માને છે, તેમ મિથ્યાભેષિઓ વડે ઠગાયેલો જીવ પણ પોતાના ધર્મરૂપી નિધિનો નાશ થવા છતાં તે વાત જાણતો નથી. ૧૦૮૪.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, શ્લોક-૫) * જો કોઇ ભી મનુષ્ય વિદ્વાન હૈ વૈ ભી કામ વ ધનકે સ્નેહ મેં તત્પર રહતે હુએ ઇસ સંસારમેં મોહિત હો જાતે હૈ, યહ મિથ્યાભાવકી મહિમા હૈ. યહ બડે ખેદકી બાત હૈ. ૧૦૮૫.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૧)
* * * * મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે. જે શાસ્ત્રોમાં કોઇ પ્રકારે રાગ-દ્વેષમોહભાવનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા- સાંભળવા યોગ્ય છે. ૧૦૮૬.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૧, પાનું-૧૫ ) * જીવના પોતાના ઉપાર્જન કરેલાં કર્મ સિવાય કોઇ પણ, કોઇને પણ કાંઇ પણ આપતું નથી એમ વિચારી અન્ય આપે છે એવી બુદ્ધિ છોડી આત્મા વડે પોતાનું અનન્યપણું વિચારવું. ૧૦૮૭.
( શ્રી અમિતગતિ આચાર્ય, સામાયિક પાઠ, શ્લોક-૩૧) * ભવભવમાં મારું સમ્યગ્દર્શન નિર્મળ રહો, ભવભવમાં હું સમાધિ કરું, ભવભવમાં ઋષિમુનિ મારા ગુરુ હો અને મનમાં ઉત્પન્ન થતાં વ્યાધિનો નિગ્રહુ હો. ૧૦૮૮.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૨૧૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com