________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૧૬૭
પરમાગમ ચિંતામણિ )
* જે ગૃહસ્થજીવન સ્ત્રી, પુત્ર અને ધન આદિ પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલ અત્યંત ભયાનક અને વિસ્તૃત મોહના વિશાળ સમુદ્ર સમાન તે ગૃહસ્થ જીવનમાં ઉત્તમ સાત્ત્વિક ભાવથી આપવામાં આવેલું ઉત્કૃષ્ટ દાન સમસ્ત ગુણોમાં શેષ્ઠ હોવાથી નૌકાનું કામ કરે છે. ૮૭૪.
-
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, દાન-અધિકાર, શ્લોક-૫ ) * ધર્મનો સત્યાર્થ માર્ગ દેખાડનારા સ્વાધીન ગુરુનો સુયોગ મળવા છતાં પણ જેઓ નિર્મળ ધર્મનું સ્વરૂપ સાંભળતા નથી તે પુરુષો દુષ્ટ અને ધીઠ ચિત્તવાળા છે; તેમ જ ભવભયથી રહિત સુભટ છે. ૮૭૫.
( આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૯૩ પં. ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશમાં આ ગાથા ઉદ્ધૃત કરી છે, પાનું – ૨૪)
* વાત્સલ્ય અંગ પણ સ્વ અને પરના વિષયના ભેદથી બે પ્રકારથી છે. તેમાં જે પોતાના આત્માની સાથે સંબંધ રાખવાવાળું વાત્સલ્ય છે તે પ્રધાન (મુખ્ય ) છે તથા સમ્પૂર્ણ ૫૨ આત્માઓની સાથે સંબંધ રાખવા વાળું જે વાત્સલ્ય છે તે ગૌણ છે.
* પરિષ૭- ઉપસર્ગાદિ દ્વારા પીડિત થવા છતાં પણ કોઈ શુભાચાર, જ્ઞાન અને ધ્યાનમાં શિથિલતા ન આવવા દેવી તે જ પ્રથમનું સ્વાત્મસંબંધી વાત્સલ્ય છે. ૮૭૬.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૮૦૬-૮૦૭) * જેમ સૂર્ય ધોર અંધકારને નિમિષમાત્રમાં નષ્ટ કરી નાંખે છે, તેમ આત્માની ભાવના વડે પાપો એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. ૮૭૭.
(મુનિવ૨ રામસિંહ, પાહુડદોહા, ગાથા-૭૫ )
* જબ યહ પ્રાણી મોહકી સંગતિસે ઉન્મત્ત હોકર ઇન્દ્રિયોંકે આધીન આચરણ કરતા હૈ તબ યહ આત્મા હી અપને લિયે દુ:ખોંકા કારણ હોતા હુઆ તેરા શત્રુ હો જાતા હૈ. ૮૭૮.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય-ટીકા, શ્લોક-૮૦)
* હું શિષ્ય ! જો કુછ પદાર્થ સૂર્યકે ઉદય હોને૫૨ દેખે થે, વે સૂર્યકે અસ્ત હોનેકે સમય નહીં દેખે જાતે, નષ્ટ હો જાતે હૈં. ઇસ કારણ તૂ ધર્મકો પાલન કર, ધન ઔર યૌવન અવસ્થામેં કયા તૃષ્ણા કર રહા હૈ? ૮૭૯.
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ-૨, શ્લોક-૧૩૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com