________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૫૫ * જે લૌકિક સુખ છે તે સર્વ ઇન્દ્રિયવિષયક માનવામાં આવ્યા છે તેથી તે સુખો માત્ર સુખાભાસ જ નહિ પરંતુ નિઃસંદેહ દુ:ખરૂપ પણ છે. ૧૮૭).
(શ્રી રાજમલજી, પચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૨૩૮ ) * જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મોનો સદ્દભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે. ૧૮૭૧.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૧૫૩) * મમતારહિત હોના પરમ તત્ત્વ હૈ, મમતારહિત હોના પરમસુખ હૈ, મમતારહિત ભાવ મોક્ષકા શ્રેષ્ઠ બીજ હૈ ઐસા બુદ્ધિમાનોને કહા હૈ. ૧૮૭ર.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૩૪ ) * તે આનંદ (-આત્મામાં ઉત્પન્ન થયેલો આનંદ) પ્રચુર કર્મરૂપી ઇન્ધનને નિરંતર જલાવી દે છે અને તે (આનંદમગ્ન) યોગી બહારનાં દુઃખોમાં અચેતન રહેવાથી (બહારનાં દુઃખોનું લક્ષ ન હોવાથી) ખેદ પામતો નથી. ૧૮૭૩.
(શ્રી પૂજ્યપાદસ્વામી, ઇબ્દોપદેશ, ગાથા-૪૮) * આ લોકમાં જે પદાર્થ રાગી પુરુષોને કર્મોના બંધનું કારણ થાય છે એ જ પદાર્થ વીતરાગી પુરુષોને કર્મબંધથી છોડાવી મુક્તિનું કારણ થાય છે, જેમ કે દહીં, ગોળ તથા ઘી સન્નિપાતથી વ્યાકુળ રોગીને મરણનું કારણ થાય છે તે જ નિરોગી પુરુષોને ઘણી જ પુષ્ટિનું કારણ થાય છે. ૧૮૭૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૮૬) * જે પ્રમાદીઓ, શુદ્ધ ચિદ્રુપના ચિંતનને તજીને અન્ય કાર્ય કરે છે, તેઓ અમૃતને મૂકીને વિષને પીવે છે. ૧૮૭૫.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન તરગિણી, અધ્યાય-૪, ગાથા-૧૮) * જો જીવ મૃત્યુ નામ કલ્પવૃક્ષÉ પ્રાપ્ત હોતેં હૈં અપના કલ્યાણ નાહીં સિદ્ધ કિયા સો જીવ સંસારરૂપ કર્દમમેં ડૂબા હુઆ પીછે કહા કરસી ? ૧૮૭૬,
(મૃત્યુમહોત્સવ, શ્લોક-૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com