Book Title: Marge Chalo Mnzil Pamo Author(s): Devratnasagar Publisher: Shrutgyan Prasaran Nidhi Trust View full book textPage 6
________________ સુગૃહીત ગુરૂ પરંપરાની મુશળધાર વરસતી કૃપાદ્રષ્ટિ. મારા જેવા સાવ પામર જીવને સતત છેલ્લી ક્ષણ સુધી પોતાની પાસે રાખી પોતાની પવિત્ર દૃષ્ટિથી સીંચતા રહ્યા.. પ્રવચન પીઠની જીવંતતા બતાવતા રહ્યા તે ભવોદધિ તારક કચ્છી સમાજના હૃદયસમ્રાટુ અચલગચ્છાધિરાજ પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા.. ૭૦ વર્ષની જૈફ વયે પણ વિહારની વણથંભી યશોગાથા સર્જતા, સળંગ ૩૪ વર્ષથી વરસીતપની અપ્રમત્ત આરાધના કરતા, તપસ્વી સમ્રાટ, અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસુરીશ્વરજી મહારાજા... લઘુવયમાં સૂરિપદને પામી તીર્થોદ્ધાર, જીવદયા સંમેલનો, સ્વજીવનમાં તપ-જપની ધારા વહાવનારા, સંઘવત્સલ ૫.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. ઉદયપુરમાં વિશાલનાથ સ્વામિ જિનાલયનો જિણોદ્ધાર અને ભવ્ય અચલગચ્છ ભવનની પ્રેરણા દેનારા આગમાભ્યાસી, વર્ધમાન શક્રસ્તવ આરાધક પ.પૂ. ગુરુદેવશ્રી ગણિવર્ય મહોદયસાગરજી મસા. આ સુવિહિત ગુરૂપરંપરાની સતત વરસી રહેલી કુપાને શી રીતે ભૂલી શકાય ? સદેવ મને અનેક રીતે સહાયક બનનારા મુનિશ્રી ધર્મરત્નસાગરજી નો હૃદયથી ઋણ રવીકાર....તેમજ મુફ શુદ્ધિ માટે સહાયક બનનાર સાધ્વી શ્રી ભાવગુણાશ્રીજી તેમજ શ્રી ડુંગરસીભાઇ ધન્યવાદાઈ છે. મુનિ દેવરનસાગરPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 394