________________
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
એમના મુખ્ય પટ્ટધર આચાર્યશ્રી વિજયકમળસૂરીશ્વરજી છે જેઓ મહાન ભવ્યાકૃતિવાળા, પ્રતાપી, સરળ અને નિસ્પૃહી મહાત્મા છે. એમનું જન્મસ્થળ, માતાપિતા. જન્મતીથી વિગેરે જાણવા માટે અનેકવાર પ્રયત્નો થવા છતાં એ નિસ્પૃહી મહાત્માના મુખથી કાંઈ પણ જાણી શકાયું નથી. તેમજ એમના સિવાય કોઈપણ અન્ય જણાવી શકે એવું નથી. લગભગ સિત્તેર વર્ષની ઉમ્મરે પહોંચ્યા છે, શરીર અશક્ત થયું છે, છતાં બાળકની માફકલેકે ગોખે છે. ગામડાઓમાં વિચરતાં ત્યાંના ઠાકોર વિગેરેને જીવદયાનો ઉપદેશ દેતાં તેમની શરમથી જરા પણ ખલના ન પામતાં બેધડક સ્પષ્ટ ઉપદેશ દે છે. એમના ઉપદેશથી અનેક હિંસકાએ હિંસા છોડી છે. પ્રાયઃ ગામડાઓમાં વિશેષ વિચરે છે. કોઈપણ સમુદાયના ગુણવાન મુનિવર્ગ ઉપર તેઓ બહુ પ્રેમ ભરી દૃષ્ટિએ જુએ છે.
() આનંદવિજયજી (પંન્યાસ) એમનું જન્મસ્થળ વિગેરે કાંઈ જાણવામાં નથી. એમના શિષ્ય વર્ગમાં હાલ મુનિવર્યશ્રી હર્ષવિજયજી શિષ્ય પરિવાર સહિત વિચરે છે. એમના પરિવારમાં નવ મુનિએને પરિવાર છે.
(૭) ચંદનવિજયજી-એમને શિષ્ય પરિવાર નહોતો.
૩-પ્રેમવિજયજી-સંવત ૧૯૨૪માં વાગડ (કચ્છ) માં રહેતા યતિ પદ્યવિજયજીને સંવેગી દીક્ષા અંગીકાર કરવા ભાવના જાગ્રત થઈ અને ગુરૂની શોધ માટે ગુજરાતમાં આવ્યા ત્યાં મણિવિજયજી મહારાજની સરળતા, શાંતિ વિગેરે ગુણોથી આકર્ષાઈ તેમની પાસે ફરી દિક્ષા લેવા વિચાર કર્યો અને ગોહન કરી વડી દીક્ષા લઈ તેમના શિષ્ય થયા. તેમનું નામ પ્રેમવિજયજી દીધું. ત્યાર પછી તેઓ પ્રાયઃ વાગડમાં વિર્યા છે. તેમના શિષ્ય મુનિવર્યશ્રી જિતવિજયજી થયા તેમનો જન્મ પણ વાગડમાં થયો હતો. ગુજરાત કાઠિયાવાડમાં કેટલાંક ચોમાસાં કરી તેઓશ્રી પણ વૃદ્ધાવસ્થામાં વાગડમાં વિશેષ રહ્યા તેઓછી પણ એક મહાન ત્યાગી, તપસ્વી હતા, વાગડ દેશમાં એમણે મહાન ઉપકાર કર્યો છે આજે આ વાગડ દેશ એમના ઉપકારને સંભારે છે. ગયા વર્ષના આષાઢ માસમાં પલાસવા ગામે તેમને દેત્સર્ગ થયે તેમના શિખ્યો મુનિવર્ય શ્રી હીરવિજયજી, વીરવિજયજી તથા-ધીરવિજયજી અને હર્ષવિજયજી હતા. હાલ મુનિવર્ય શ્રી હીરવિજ્યજી અને હર્ષવિજયજી છે. શ્રીહીરવિજયજીના શિષ્ય વર્ગમાં પંન્યાસજી કનકવિજયજી ગણી મુનિશ્રી બુદ્ધિવિજયજી અને તિલકવિજયજી છે. સર્વ મળી ૮ મુનિઓ વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com