Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 209
________________ ૧૪ મું] સદગુરૂ સમાગમ. ૧૭૨ મતલબ કે કષ્ટસાધ્ય મનુષ્યજીવન પ્રાપ્ત થયા છતાં પણ જે અનાર્ય દેશ, અધમ જાતિ, નીચ કુલ વિગેરે પ્રતિકુળ સંગો પ્રાપ્ત થાય છે તે પ્રાણું પિતાના અમુલ્ય મનુષ્યજીવનને અવકેશવૃક્ષની માફક નિરર્થક ગુમાવી બેસે છે, માટે દુર્લભ મનુષ્યાવસ્થાની પ્રાપ્તિ સાથે આર્ય દેશ, વિશિષ્ટજતિ ઉત્તમ કુલ, સન્મતિ અને સંતસમાગમ વિગેરે સન્માર્ગપ્રવર્તક સામોને સદ્ભાવ હોવા જ જોઈએ તેજ તેજી પિતાની ઇચ્છિત ધારણ સફળ કરી શકે, કેમકે “સામfઝ હૈ ઉના ” કાર્યાનુકુળ સામગ્રીઓ એકત્ર થવાથી કાર્યની ઉત્પત્તિ થાય છે, સામગ્રીવિના કાર્યની ઉત્પત્તિ હેઈ શકતી નથી. અનેક મનુષ્યજીવન પામ્યા છતાં સર્વ મનુષ્ય અક્ષય્યસુખના ભક્તા થયા નથી તેનું કારણ તેને અનુકુળ સામગ્રીઓને અભાવ. કેટલાક મનુષ્ય એવા દેખવામાં આવે છે કે જેઓના હૃદયપટપર ઉપર દર્શાવેલી આર્ય દેશ વિગેરે સામગ્રીઓના અભાવે મિથ્યાત્વરજનીના ઘોર અંધકારનાં ઘનપડેલો એટલાં બધાં વળી ગયાં છે કે જ્યાં સ્યાદ્વાદસિદ્ધાંતના તેજસ્વી ભાનુને સત્ય પ્રકાશ પડી શક્તા નથી. અનાર્ય દેશ, મ્લેચ્છ જાતિ, અધમ કુલ વિગેરે પ્રતિકૂલ સંગોથી તેઓ તાત્ત્વિક વસ્તુસ્થીતિને ન ઓળખી શકે એ સ્વાભાવિક છે અને તેથી જ તેઓ પુણ્યસ ઉપાદક પવિત્ર ધર્મારાધનથી વંચિત રહી અભિનવ પુણ્ય ઉપાર્જન કર્યા સિવાય પૂર્વ પુણ્યને ક્ષય કરી ભવાંતરમાં ચાલ્યા જાય છે, જેઓને માટે આ મનુષ્યભવ લેશ પણ ફળદાયી બની શકતું નથી. કઈ કઈ ભાગ્યવાન પ્રાણીઓને જ સર્વ સામગ્રી સહિત મનુ વ્યજીવન પ્રાપ્ત થાય છે કે જે જીવન વિશિષ્ટ ધર્મનું આરાધન કરાવી કલ્પવૃક્ષની માફક મધુર અને મને રંજક ફળને આપનારું થાય છે. સર્વ સાનુકુળ સામગ્રીઓને સદ્ભાવ છતાં પણ તે પવિત્ર ધર્મનું આરાધન સર્વ મનુષ્યના ભાગ્યમાં નથી હોઈ શકતું. જો કે મનુષ્ય જીવનની સાચી સફળતા માર્ગની આરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216