Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 200
________________ ૧૬૨ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ રમાં આવવાની રજા માંગે છે. ફરમાવે આપની શી આજ્ઞા છે? તરતજ મંત્રીઓ દ્વારપાલને હુકમ કર્યો કે તેને જલદીથી અત્રે મોકલ, અમે તેની જ રાહ જોઈને બેઠા છીએ. દ્વારપાલ શીધ્ર વેગે બહાર ગયે અને સંદેશહારકને સભામાં મોકલ્ય. થોડા વખત પહેલાં સભામાં જે ઘંઘાટ થઈ રહ્યો હતો તે સઘળો શાંત થઈ ગયો અને સર્વ સભા એકચિત્તથી સંદેશહારકના શબ્દ સાંભળવા તત્પર થઈ. તેણે મંત્રીની સમક્ષ શ્રીપુરનગરમાં બનેલી સઘળી હકીકત અથથી ઇતિપર્યત નિવેદન કરી અને તેમાં તેણે છેવટે જણાવ્યું કે આપણું ભાગ્યદયે થોડાજ વખતમાં આપણે પૃથ્વીપતિ આ નગરીને પાવન કરશે. સંદેશહારકના મુખમાંથી નીકળતા આ શબ્દોએ આખી સભાને આનંદરસમાં ગરકાવ કરી. તેજ અવસરે સુબુદ્ધિમંત્રીશ્વરે પણ સભા વિસર્જન કરી. તરતજ “શ્રીપુરનગરથી નીકળી આપણું મહારાજા અત્રે પધારે છે એવા શુભ સમાચાર ઉત્કંઠિત પ્રજાના કાન સુધી પહોંચી ગયા. નગરને કેઈપણ ભાગ એવો ન રહેવા પામ્યો કે જ્યાં તે શુભ સમાચાર ન પહોંચ્યા હોય. રાજભક્ત પ્રજાએ તેજ દિવસથી મહારાજાના આવાગમન નિમિત્તે શહેર શણગારવાનો પ્રારંભ કરી દીધે, ચારે બાજુએ વિચિત્ર પ્રકારની શોભા કરવાનાં સાધન એકત્ર થવા લાગ્યાં, કઈ ઠેકાણે વિવિધ પ્રકારનાં આકર્ષક ચિત્ર કાઢવા માટે ચિત્રકારે કામે લાગી ગયા, મોટાં મકાને અને દુકાનોને રંગરોગાન થવા લાગ્યા, સરીયામ રસ્તા ઉપર અને હવેલીઓના પ્રવેશદ્વાર આગળ માંગલિકસૂચક વિવિધ પ્રકારનાં તેરણાની રચના થવા લાગી અને ઠેર ઠેર વિશાળ અને આકર્ષક મંડપો બંધાવા લાગ્યા, ટુંકાણમાં કહીએ તો આખું ધારાપુરનગર સુંદર રચનાથી ધારાપુરની પ્રજાએ થોડાજ વખતમાં ઇંદ્રપુરી સમાન બનાવી દીધું અને લેકે મહારાજાના આગમનની રાહ જોવા લાગ્યા. સુબુદ્ધિમંત્રી પણ મહારાજાના આગમનની રાહ જોઈ રહ્યો હતો એટલામાં જ ઉદ્યાનપાલકે આવી સ્વામીના આગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216