Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 211
________________ ૧૭૩ ) ૧૪ મું] સદ્દગુરૂ સમાગમ. કરામલકત ત્રિકાલદશી પ્રભુપ્રદર્શિત અહિંસા વિગેરે ધર્મનુષ્ઠાને પ્રત્યે ધર્મત્વબુદ્ધિ પ્રાપ્ત થવી તેનું નામ સમ્યકત્વ. મહાનુભાવે ! દુર્લભ મનુષ્યજીવન, આર્ય દેશ, ઉત્તમ જાતિ, વિમલમતિ, સદ્ગુરૂને સમાગમ વિગેરે શુભ સામગ્રીઓ પામીને આલોક અને પરલોકસંબંધી સર્વ સંપત્તિના ફળ રૂપ સમ્યકત્વ પામવાની અવશ્ય જરૂર છે. દુનિયામાં પ્રાણએને વિપુલ રાજ્યઋદ્ધિની પ્રાપ્તિ દુર્લભ નથી. ચક્રવતી દેવેન્દ્ર પદની પણ પ્રાપ્તિ થઈ શકે છે, અનુપમ ભેગને ઉપભેગ પણ સુલભ છે, પરંતુ સર્વ કલેશ વિનાશક શાસ્વત સુખદાયી સમ્યકત્વની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે છતાં પણ અનંતા ભાગ્યવાને મિથ્યાત્વાદિમેહનીય વિગેરે કર્મના બંધને ગેડી ક્ષાયિક સમ્યકત્વાદિ પામી લેક શિખરને ફરસી શાશ્વત સુખને અનુભવ કરી રહ્યા છે અને અનંતાએ ભવિષ્યમાં કરશે અને વર્તમાન કાળે પણ કરે છે. જે પ્રાણીઓ આવી અચિંત્ય ચિંતામણિસમાન મનુષ્યભવ વિગેરે અનુકુળ સામગ્રીઓ પામીને જિનેશ્વરદેવનું ત્રિકાલાબાધિત પરમ પવિત્ર શાસન પામીને પણ સમ્યકત્વથી વંચિત રહે છે એટલે વસ્તુને વસ્તુસ્થિતિએ ઓળખતા નથી, ઓળખવાને માટે પ્રયત્ન પણ કરતા નથી, તે બિચારા પુણ્યદ્વારા મેળવેલી અનુપમ સામગ્રીઓને નિરર્થક ગુમાવી દે છે, માટે ભવ્ય પ્રાણીઓ ! આધિવ્યાધિ ઉપાધિ મય સંસારના ત્રિવિધ તાપને. જે તમને ભય લાગતું હોય, અતુલ કષ્ટ દેખી જે તમારૂ અંતર ભય પામતું હોય, તે દુબેને દૂર કરવાની તીવ્ર જીજ્ઞાસા ઉદ્ભવ પામતી હોય, મેલનું અનુપમ સુખ સંપ્રાપ્ત કરવા ઉત્કૃષ્ટ અભિલાષા થતી હોય, તે વિનાવિલંબે ત્વરિત ગતિથી સમ્યકત્વાદિ ગુણે ઉપાર્જન કરવા માટે ઉલ્લસિત વયે પ્રયત્ન કરે. ” ગુરૂમહારાજાના ચંદ્રસમાન સૈમ્ય વદનમાંથી અમૃતરસના ઝરણું સમાન ઝરતી પ્રશમરસવાહી મધુરી દેશના શ્રવણ કરતાં રાજાના માંચ વિકસ્વર થયાં. આખી જીંદગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216