Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 208
________________ ૧૭૦ સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય જીવન પ્રાપ્ત કરવા માટે આત્માને તેવી ઉન્નત દશામાં મુકવાની જરૂર પડે છે. વિશુદ્ધ ભાવનાઓ હદયમાં પ્રાદુર્ભાવ થાય ત્યારે જ તે જીવન પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વમહર્ષિએ દર્શાવે છે કે મનુષ્યજીવન સંબંધી આયુકર્મના બંધ વખતે તે આત્મામાં સ્વાભાવિક કષાયની મંદ અન્ય પ્રત્યે દાન આપવાની રૂચિ, મધ્યમ ગુણે વિગેરે કાર્યાનુકુલ પ્રશસ્ત સામગ્રીનો અવશ્ય આવિર્ભાવ થયેલે હોવો જ જોઈએ, તેજ તે આત્મા મનુષ્યભવસંબંધી આયુપૂને બંધ કરી શકે છે. વાસ્તવિક અને પ્રકૃણ ધર્મઆરાધનનું મુખ્ય ક્ષેત્ર હોય તે તે મનુષ્યજીવનજ છે. ઉપર દર્શાવેલી અન્યગતિના છે તેવા પ્રકારે વિશિષ્ટ ધર્મનું પાલન ન કરી શકે કે જે ધર્મનું પાલન મનુષ્યાવસ્થામાં થઈ શકે છે. ધાર્મિક પ્રવૃત્તિને અંગે ઉપગમાં આવતી કેટલીક સામગ્રીઓ અન્યગતિઓમાં અસાધ્ય જણાતી હોય તે સામગ્રી મનુષ્યજીંદગીમાં સાધ્ય હોઈ શકે છે. અન્યજીવન પરતંત્રતાની મજબુત બડી હાઈ સ્વઈષ્ટકાર્યમાં અનેક પ્રકારે કાર્યવિધ્વંસક પ્રતિબંધકો ઉત્પન્ન કરે છે ત્યારે મનુષ્ય જીવન સ્વતંત્ર રીતે મનવાંછિત કાર્યને અનુકુળ થઈ તેને સંપૂર્ણ સિદ્ધ કરી શકે છે. આ મનુષ્યજીદગી અતિશય કષ્ટસાધ્ય છે, પુણ્યવંતા પ્રાણીઓ પોતાના પુણ્યના પરિબળેજ ઉત્તમ માનવજીવન પ્રાપ્ત કરી શકે છે જેની દુષ્પા તાદર્શક અનેક નિદર્શને આપણા પૂર્વજોએ સિદ્ધાંતમાં વર્ણવ્યા છે. જેમ મરૂદેશમાં રૂક્ષભૂમી અને વૃષ્ટિના અભાવે સામાન્ય ફળદ્રુપ વૃક્ષો ઉત્પન્ન થવાની સંભાવના પણ ઓછી હોય ત્યાં કલ્પવૃક્ષની દુર્લભ્યતા માટે શું કહેવું ? એટલે કે મરૂભૂમિમાં જેમ કલ્પવૃક્ષ દુર્લભ્ય છે તેવી જ રીતે આ ભવસમુદ્રમાં મનુષ્યભવ પ્રાણીને અતિ દુર્લભ્ય છે. મનુષ્યજીંદગી આવી અણમૂલી છતાં તેનીજ માત્ર પ્રાપ્તિમાં સાધ્યની પરિ સમાપ્તિ નથી પરંતુ તેની સહચરિત સાનુકુળ સામગ્રી કે જેની દુર્લભતા શાસ્ત્રોમાં તેવા જ પ્રકારે વર્ણવી છે. કહેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216