Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 203
________________ મા થયે પૂર્વ વસ્તી ૧૩ મું. ] રાજધાની પ્રવેશ, ૧૬૫ રાજાને નગરપ્રવેશ હોવાથી ઉદ્યાનમાં રહેલા બાકીનાં મનુષ્ય પણ પિપાસું નેત્રને તૃપ્ત કરી પોતાના સ્થાને જવા પાછા ફરી ચૂકયા હતા. શબ્દમય ઉદ્યાન ફરીને શાંત થયું, રાજા મંત્રી વિગેરે પણ શયામાં સૂતા અને સઘળાઓ નિદ્રાધીન થયા. પ્રાતઃકાલનો સમય થયો, સુર્યવિમાન પોતાની શીધ્ર ગતિએ સર્વત્ર તેજસ્વી કિરણેને ફેંકતું પૂર્વદિશાએ આવી પહોંચ્યું. આ અવસરે ધારાપુરમાં મહાન મહોત્સવ વર્તા રહ્યો હતો. નગરના મનુષ્યો તે ક્યારનાયે જાગૃત થઈ પ્રાત:કાલ સંબંધી કાર્ય કરવા મંડી પડયા હતા, ઘેર ઘેર મહોત્સવને દેખાવ થઈ રહ્યો હતો, નેબતેને ગડગડાટ અને મધુર સ્વરવાળી સરણાઈ, પ્રભાતી, ભેરવી વિગેરે રોગથી લોકોના હૃદયને રંજીત કરી રહી હતી. સર્વ સમુદાય પિતાના કાર્યને આટોપી સુંદર વસ્ત્રાલંકારથી વિભુષિત થતો હતો અને કેટલાક સજજ થઈને નગરના દરવાજા તરફ જવા નીકળી ચુક્યા હતા. રાજવર્ગ પણ પોતપોતાનાં વાહનને સજજ કરી સ્વામી માટે તૈયારી કરી રહ્યા હતા. નગરમાં રાજાના પ્રવેશમહોત્સવની સ્વારી આવવાના સરિયામ રસ્તા ઉપર બને બાજુએ પ્રેક્ષકો માટે મોટા મંડપ અને વિશાળ માંચડાઓ બાંધી દેવામાં આવ્યા હતા, જેમાં અત્યારથી સ્થાન માટે કોલાહલ મચી રહ્યો હતે સુંદરરાજાના દર્શનની પપાસુ ઉચ્ચ કુલની ચંદ્રમુખી સિભાગ્યવંતી ગૃહિણીઓ ઉંચા ધવલમંદીરના ગવાક્ષોમાં બેસી મહારાજાની રાહ જોઈ રહી હતી. ગઈ કાલની જેમ આજે પણ સર્વ રાજવર્ગ અને નગરશેઠ વિગેરે પ્રજાવ મહારાજાને લેવા માટે ઉદ્યાનમાં આવી પહોંચ્યો હતો. શુભમુહૂર્ત પ્રધાનની પ્રેરણાથી રાજા સજજ થઈ હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયે. વિવિધ પ્રકારના વાજીત્રાના ગંભીર અને મધુર ઘેષપૂર્વક ચારે પ્રકારના સૈન્યયુક્ત મહારાજાની સ્વારી નગરના દરવાજા તરફ વિદાય થઈ. સઘળે માર્ગ મનુષ્યના સમુહથી ભરચક ભરાઈ ગયો હતો, લેશમાત્ર પણ જગ્યા ખાલી જોવામાં આવતી નહતી. અનુક્રમે મહારાજાની સ્વારી નગરના વિશાળ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216