Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 202
________________ ૧૬૪ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ તરણાતુલ્ય માને છે, પ્રજાને સુખી અને ધનાઢય જોઈ જેનું અંત:કરણ હમેશાં પ્રસન્ન થાય છે, તે જ સાચો પ્રજાને નાથ હોઈ શકે છે અને તેના અંત:કરણમાં પ્રજા પ્રત્યે પુત્ર વાત્સલ્ય હોય છે એમ સમજવું, આથીજ કરીને દેશાંતરમાં ગયેલા. તે રાજાઓને પણ પિતાની પ્રજાને ભેટવાની આતુરતા હોય છેજ. જ્યાં રાજાની આ ઉદારતા હોય ત્યાં પ્રજાનું તેમના પ્રત્યે કેવું આકર્ષણ હોય તે કહેવાની જરૂર રહેતી નથી, પ્રજા તેને પોતાના જીવનદાતા અને રક્ષક પિતાતુલ્ય જ ગણે છે, તેના પ્રત્યે તેઓને હૃદયમાં બહુમાન જાગૃત થાય છે. સુંદરરાજાને તેના સભાગે તેવી ઉત્તમ સ્થીતિને અવલંબન કરનાર બનાવ્યો હતો. જેથી રાજા અને પ્રજા ઉભયના હૃદયમાં સ્વચ્છતા જ હતી. ધારાપુરનગરની પ્રજા ઉત્તપત્નિ નr=ાને દૈવતં ગુરુ ” ( રાજા દેવ અને ગુરૂનું દર્શન ખાલી હાથે ન હોય) એ ઉક્તિને અનુસાર હાર્દિકભક્તિથી વિવિધ પ્રકારનાં અમુલ્ય ભેટણા હાથમાં ધારણ કરી મંત્રી પ્રમુખ રાજવર્ગની સાથે મહામહોત્સવપૂર્વક સુંદરરાજાનાં દર્શન નિમિત્તે ઉદ્યાનમાં જવા લાગી. રાજાના સમાગમથી ઉલ્લાસ પામતું ઉદ્યાન દર્શન નિમિત્તે આવતા મનુષ્યસમુહથી વિશેષ પ્રકારે સુશોભિત થયું. સુબુદ્ધિમંત્રીએ જતાંની સાથે રાજાના ચરણમાં પિતાનું મસ્તક નમાવ્યું. ઘણા દીર્ઘ સમયે સ્વામીનાં દર્શનથી અને સમાગમથી તેના નેત્રમાંથી અશ્રુપ્રવાહ ચાલુ થયો. સુંદરરાજાના હૃદયની પણ તે અવસરે અવર્ણનીય સ્થીતિ થઈ પડી. એકદમ ચરણમાં ઢળી પડેલા મંત્રીને પિતાના બન્ને હાથથી ઉભું કરી તેને ભેટી પડયે અને સર્વ સમક્ષ તેનું બહુમાન કરવા લાગ્યું. અનુક્રમે રાજાએ સર્વનું ઉચિત સન્માન કર્યું. સૂર્યાસ્તસમય સુધી આજ કિયા ચાલુ રહી. અનેક મનુષ્યના ગમનાગમનથી વિસ્તીર્ણ રાજમાર્ગ પણ અતિશય સંકિર્ણતાવાળો થઈ ગયું હતું. સૂર્યાસ્ત થયો અને અંધકારનું સામ્રાજ્ય ચારે બાજુએ ફેલાવા લાગ્યું. બીજે જ દિવસે પ્રાત:કાલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216