________________
૮૮
સુંદર રાજા સુંદર ભાવના.
[ પ્રકરણ
ઉપર્યુક્ત ઉલ્લેખથી આપણે જાણી શક્યા કે તત્ત્વવેત્તાઓ પણ મહારાજાની મજબુત બેડીઓ તોડવાને સમર્થ થઈ શક્યા નહિ, ત્યારે આ એક નિબળ અબળાને માટે તે કહેવું જ શું ? યદ્યપિ આ ઉપરથી એ નિર્ણય કરવાનો અવકાશ નથી કે અબળા નામમાત્રથી તેઓ પુરૂષાર્થ હીનજ હાય. પ્રાચીન પરિસ્થીતિના ઇતિહાસ ઉપરથી આપણે સ્પષ્ટરીતે જોઈ શકીએ છીએ કે મહાબલિષ્ટ પ્રતિવાસુદેવ લંકાનગરીના રાજા રાવણ જેવાને પણ હંફાવનાર સતી સીતા, દુષ્ટ દુયોધનના વચનામાનો અનાદર કરનાર સની ટિપદી, ચંદનબાલા, દમયંતી કરાવી, સુભદ્રા, જીમી, મૃગાવતી વિગેરે, આ વસતીએ પણ અબળા હતી. પોતાના પ્રાણ જતાં સુધી પણ જેને દેવતાઓ અને તેના અધિપતિ ઈંદ્રો પણ લેશમાત્ર ચલિત કરી શકે નહિ તેવા અદભૂત પરાક્રમને ધારણ કરનારી હતી. કુમાયુધના વિનિશ્ચિત વિષમ પ્રહારો પણ જે સતીઓની આગળ તરણ જેટલી જૂન શક્તિ ધરાવનારા પણ ન હતા.
કોમ્બિકની સ્ત્રી સતીઓના પંથથી તદ્ન વેગળી જ હતી, તેના પરાક્રમની દિશા માન પણ તેના દષ્ટિવિયથી બાહ્ય જ જણાતી હતી. નામમાત્રથી નહિ પણ ગુણથી પણ તેનામાં નિર્બલપણું તરવરી રહ્યું હતું. મુંદરરાજાના શરીર સંદર્યરૂપ કંદર્પના હદયદક એકજ બાણથીજ તેણીનું હૃદય વિધાયું અને ઉપર દર્શાવ્યા મુજબ અધમ ધારણા સફલ કરવાના પ્રયનમાં રાઈ.
વિષયાંધ ીઓ વિષયોગના અલ્પસુખની ખાતર માતાપિતાની પૂર્વોપાર્જિત ચંદ્રરા ન ઉજજવળ કીતિને કલંક્તિ કરે છે. જાતિ અને કુલની મર્યાદાનું ઉલ્લંઘન કરી સ્વાર્થની ખાતર રતિપતિસમાન પોતાના પ્રિય પતિનો નાશ કરતાં પણ સંકોચ પામતી નથી, આટલાજ માટે ધર્મશાસપ્રણેતાઓ તેને અનર્થની ખાણ, વિષવેલડી, કપટની પિટી, ગુફા વિનાની વાઘણ, અસત્યને ભંડાર, કલેશનું મૂળ નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com