Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 189
________________ ૧૨ મું. ] સુબુદ્ધિમંત્રને સદેશ. બીછાવેલા આસન ઉપર બિરાજમાન થયા હતા ત્યારે બીજી બાજુએ બુદ્ધિનિધાન વિચક્ષણ મંત્રીઓની શ્રેણી ગ્યતા મુજબ આસન ઉપર બેસી ગઈ હતી, તે સિવાય અન્ય રાજવર્ગ તથા દેશાન્તરથી આવેલા અને નગરમાં વસતા અનેક વ્યવહારીઆઓ વિગેરે પ્રજા વર્ગને મોટો સમુદાય દરબારમાં હાજર થયે હતું. આ પ્રમાણે મનુષ્યની મેદનીથી ભરપુર દબદબાભર્યો દરબાર સુંદરરાજાની શોભામાં વિશેષ વધારે કરતો હતે. દરબારમાં અનેક રાજકા સંબંધી બુદ્ધિ શાળી વિદ્વાન વર્ગ પોતાની બુદ્ધિ અને વિદ્વતાને અનુસાર ગ્ય સલાહ આપી વિશેષ પ્રકારે રાજાની પ્રીતિ સંપાદન કરતા હતા. આ અવસરે સભામંડપના દ્વારમાં એક માણસે પ્રવેશ કર્યો. રાજા વિગેરે સર્વ સભા ની દષ્ટિ તેની તરફ વળી અને આવેલે માણસ શું કહે છે તે સાંભળવા સઘળાઓ તત્પર થયા. સભામંડપમાં આવેલો માણસ કચેરીનો દ્વારપાલજ હતો. તેણે રાજા સન્મુખ આવી પ્રણામ કરી નમ્રવદને વિજ્ઞપ્તિ કરી કે મહારાજાધિરાજ! આ ભૂમિ પર અલકાપુરી સમાન અખંડ દ્વિપૂર્ણ ધારાપુરનગરથી સંદેશો લઈને કેઈ સંદેશહારક હજુરની પરિષદ્ સમક્ષ આવવાની ઈચ્છા ધરાવે છે અને તે આપની આજ્ઞાની રાહ જોતો સભામંડપની બહારજ ઉલો છે. કૃપાનાથ ! આપની શી આજ્ઞા છે? તેને આપની હજુરમાં મોકલું કે કેમ? ધારાપુર” એ શબ્દ સાંભળતાંની સાથે જ રાજાની મુખાકૃતિમાં પ્રસન્નતા પુરાયમાન થઈ તેમજ હૃદય વિકસ્વર થયું. બેશક રાજા અતુલ કષ્ટને અંતે પ્રાપ્ત થયેલા આ રાજવૈભવના સુખમાં પોતાની રાજધાની, સુબુદ્ધિ પ્રમુખ પોતાના વિશ્વાસુ મંત્રીઓ, અન્ય રાજવર્ગ તેમજ પોતાના વિગથી સંતપ્ત અને પિતાના પ્રત્યે નિઃસિસ પ્રેમ ધારણ કરનાર પ્રજાવર્ગને પણ ભૂલી ગયો હતો, જેથી ધારાપુર શબ્દ સાંભળતાંજ સબદ્ધિમંત્રી પ્રમુખ સર્વ રાજવર્ગ તેમજ પ્રજાવર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216