Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 204
________________ vvvvv ૧૬૬ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ માર્ગ ઉપર આવી પહોંચી, કોઈ સ્થળે અખંડ અને ઉજવલ અક્ષતની વૃષ્ટિ તે કોઈ સ્થળે સુગંધી પુષ્પવૃષ્ટિ અને કઈ જગ્યાએ ઉજવળ મુક્તાફલની વૃષ્ટિ, આ પ્રમાણે અનેક પ્રકા૨ના બહુમાનપૂર્વક રાજા રાજમાર્ગો ગમન કરી રહ્યો હતે. અનુક્રમે માર્ગમાં વિવિધ પ્રકારના આશિર્વાદને ગ્રહણ કરતો સુંદરભૂપાળ સ્વારી સહિત રાજદરબારમાં આવી પહોંએ અને હસ્તિસ્કંધથી નીચે ઉતરી જય જ્યના ગંભીરધ્વનિસાથે રત્નજડિત સુવર્ણમય સિંહાસન ઉપર અલંકૃત થયે. પોતાના અભાવમાં રાજ્યતંત્રની લગામ એગ્ય માર્ગ વહન કરવામાં સહાયક પિતાના સઘળા અમલદારોની મુલાકાત લીધી અને તેના કાર્યની પ્રશંસા કરી નગરશેઠ વિગેરે પ્રજાવર્ગનું પણ સારી રીતે સન્માન કર્યું. ત્યાર પછી મનુષ્યોને સમુદાય સુંદરરાજાના નામનો જયધ્વનિ આકાશમાં ગજવતો પોતાના સ્થાને જવા લાગ્યું. રાજા પણ અન્ય કાર્ય નિમિત્તે સભામાંથી ઉઠો અને સભા વિસર્જન થઈ. કોઈ એક વખતે રોગ્ય અવસર પામીને સામતેઓ અને પ્રધાનેએ મળીને રાજાએ તેમના વિયાગ પછી થયેલા સઘળા બનાની હકિકત નિવેદન કરી અને રાજ્યની સઘળી પરિસ્થીતિનો ઈતિહાસ પણ જણાવ્યો, જેમાં દર્શાવેલા સુબુદ્ધિમંત્રીએ બજાવેલા અનુપમ કાર્યથી રાજા અતિશય આહાદ પામ્યા અને પ્રશંસા કરી. મંડળમાં રહેલા સુબુદ્ધિમંત્રીએ તે પિતાની લઘુતા દર્શાવી અને મહારાજાને જણાવ્યું કે મહારાજા! તે સર્વ આપની પુણ્યપ્રકૃતિને જ પ્રભાવ છે. આ પ્રમાણે સામંતો, મંત્રીશ્વરે અને અન્ય રાજવ રાજાની સાથે વિદપૂર્વક પિતાને કાલ નિર્ગમન કરતા પૂર્વની માફક સ્વામીની સેવા કરવા લાગ્યા. દૂર રહ્યા છતાં પણ જેના પ્રત્યે નિર્દભ બહમાન અને હાર્દિક અવિહડ પ્રીતિ હાય તથા સુબુદ્ધિમંત્રીના પત્રમાં દર્શાવ્યા પ્રમાણે જેના દર્શનની ઉત્કંઠા ધરાવતી હોય તે પ્રજા ઘણું લાંબા સમયે સ્વામીને સમાગમથી કેવી આનંદમગ્ન થતી હશે તે તેને આત્મા અગર અતિશય જ્ઞાનીજ જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216