Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 193
________________ ૧૨ મું. ] સુબુદ્ધિમંત્રીને સંદેશ. ૧૫૫ જાહેર કરી. આ વૃત્તાંત સાંભળતાં સર્વનાં ચિત્ત અતિશય પ્રસન્ન થયાં અને સર્વના મનમાં એમ થયું કે હવે અલ્પ સમયમાંજ આપણને સ્વામીને સમાગમ પ્રાપ્ત થશે. ત્યાર પછી તૈયાર કરેલ લેખ સર્વની સમ્મત્તિથી સુંદરરાજા તરફ મેક. સુંદરરાજાની હકીકતના શુભ સમાચાર ધારાપુર નગરના પ્રત્યેક વિભાગમાં વાયુવેગે ફેલાઈ ગયા. જે નગર અત્યાર સુધી રાજચિંતાથી શોકાતુર અને નિસ્તેજ જણાતું હતું, તે નગર અલ્પ સમયમાં સ્વામીના માંગલિક સમાચાર સાંભળી હર્ષથી પુલકિત થએલ રાજભક્ત પ્રજાના હર્ષોલ્ગારથી વિકસ્વર થઈ ગયું. પ્રથમથી તે અત્યાર સુધી મંત્રી સુબુદ્ધિ રાજાના સિંહાસન ઉપર સ્વામીની પાદુકા સ્થાપન કરી રાજાતુલ્ય તેની આજ્ઞાથીજ ધારાપુરનગરના રાજ્યને નિર્વાહ કરતે હતું. આ પ્રમાણે વચમાં સુબુદ્ધિ મંત્રીની અને ધારાપુરનગરની હલચાલના સમાચાર જાણી લઈ હવે ફરી આપણે જોઈએ કે શ્રીપુરનગરના સુંદરરાજાના દરબારમાં શું બનાવ બને છે. સુવિદ્વાન અંગલેખકે વાંચેલે ધારાપુરનગરને સંદેશો સાંભળી સર્વ સભાસદો આશ્ચર્યદષ્ટિથી નિહાળવા લાગ્યા. અહો ભાગ્યવાન ! ધારાપુરનગરના સ્વામી પણ શું તમે જ છે ! અત્યાર સુધી તે આ સર્વ હકીક્ત અંધારામાં જ રહી. અહે ! આ સ્થિતિ છતાં શું ગાંભીર્ય ! શું હદયની વિશાળતા! આ અવસરે સભામંડપમાં સર્વ કેઈ મનુષ્ય મુક્તકંઠે રાજાની ગંભીરતાનાં વખાણ કરવા લાગ્યાં અને સભાસદેના શબ્દોથી આખો સભામંડપ ગાજી ઉઠયા. આ વખતે રાજા સુબુદ્ધિમંત્રીના સંદેશામાં લખેલી હકીકત સંબંધી વિચારમાં જ મશગુલ થયે હતો. સુબુદ્ધિનાં પ્રત્યેક વચને તેના અંત:કરણમાં રમણ કરતાં હતાં. અહા ! કે નિમકહલાલ મંત્રી ! તેના નિર્મલ અંતઃકરણમાં પિતાના સ્વામી પ્રત્યે કેવું બહુમાન છે તે તેના હૃદયસ્પર્શી ગંભીર અર્થસૂચક વચનેજ કહી આપે છે. વાહ વાહ મંત્રી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216