Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 212
________________ ~ ~~ ~ ~~~~~~~~ ~~~ ૧૭૪ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ પર્યત કદીપણ નહિ અનુભવેલે અપૂર્વ આનંદ આ અવસરે પ્રાપ્ત થયો અને ગુરૂમહારાજાએ દેશનામાં દર્શાવેલા ધર્મસાધન પ્રત્યે તેની રૂચી થઈ. અદ્યાપિપર્યત ધામિક પ્રવૃત્તિથી તદ્દન અનભિજ્ઞજ હતું કારણ કે તેને તેવા પ્રકારના સદ્ગુરૂને સમાગમ નહોતે થયે, જેથી યોગ્ય જીવાદળ છતાં પણ તેનામાં તેવા સુંદરઘાટ થવા નહોતા પામ્યા. રાજા જે કંઈ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તતો હતો તે કાંઈ તથાપ્રકારની ધાર્મિક બુદ્ધિએ નહિ પણ સ્વભાવત: પોતાના સંસ્કારી સંગુણોને લઈને જ પ્રવર્તતે હતો. દેશના સમાપ્ત થયા બાદ સુંદરરાજાએ હર્ષપૂર્ણ વદને હાથ જોડીને ગુરૂમહારાજાને વિજ્ઞપ્તિ કરી. એકાંત હિતમાર્ગદર્શક અને અજ્ઞાનતિમિરના વિનાશક હે દિવાકર પ્રભુ ! આપની જ્ઞાનતિના ઝળહળતા પ્રકાશથી મારા અંતરમાં રહેલા અજ્ઞાનાધકારનાં ઘન પટેલે આજે વિનાશ પામ્યાં, આપની કૃપાથી આજેજ હું માર્ગ જોઈ શક, નિબિડ અંધકારમય અવટમાં અથડાતા મને આપે જ્ઞાનદરીના અવલંબનથી બહાર ખેંચી કાઢ. હે ઉપકારી ! જગજજંતુના એકાંત હિતવત્સલ પ્રભુ! આપ મારી ઉપર તે અનર્ગલ ઉપકાર કર્યો, આપના આ ઉપકારને બદલે આ ભવમાં તે શું પણ ભવાંતરમાં પણ મારાથી એકાંતે આપની સેવા કર્યો વળી શકે કે કેમ તે પણ સંશયાસ્પદ છે. મહારાજા ! આપ નિ:સ્વાર્થ ઉપગારીએ પ્રશમરસવાહી નિરૂપમ દેશના શ્રવણ કરાવી મારા જેવા પાષાણનું કઠેર હદય નવપલ્લવિત કર્યું. કૃપાનિધિ ! હવે મારી આપના પ્રત્યે એક પ્રાર્થના છે. આપે મને ધર્મને માર્ગ દેખાડી મારી ઉપર જેવી રીતે ઉપકાર કર્યો તેવી જ રીતે આ અભ્યર્થનાનો પણ સ્વીકાર કરી મારી ઉપર કૃપાળુ થશે. હે જ્ઞાની ગુરૂ મહારાજા ! આપના સિવાય મારા અંતરના શલ્યશાસ્ત્રને કણ ઉદ્ધાર કરશે આ પ્રમાણે હી સુંદરરાજાએ ગુરૂમહારાજાને વિજ્ઞપ્તિ કરી કેમહારાજા ! ભવાંતરમાં મેં એવું શું અશુભ કર્મ ઉપાર્જન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216