Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ત્તિમ - ત્રિમ (ત્રિ.) (અકૃતિમ, સ્વભાવસિદ્ધ, કૃત્રિમભિન્ન). કુદરતી રીતે બનેલા હવા-પાણી-પ્રકાશ-વનસ્પતિ જેવા પદાર્થો સ્વાભાવિક રીતે ઉપકારક હોય છે. પરંતુ સર્વપ્રાણીઓમાં શ્રેષ્ઠ એવા મનુષ્ય બનાવેલા કૃત્રિમ પદાર્થો સ્વ-પર માટે ઉપકારક કરતા અહિતકર વધુ સાબિત થયા છે. જેમકે આખી દુનિયાના વિનાશક આવિક શસ્ત્રો અને પર્યાવરણના દુશમન બનેલા પ્લાસ્ટિક વગેરે. બેશક મનુષ્ય કરતાં કુદરતની નિર્મિતિ સર્વશ્રેષ્ઠ અને હિતકારક છે. અU - 2 (કું.) (અકલ્પનીય, ખપે નહીં તેવું, અગ્રાહ્ય, અયોગ્ય, સાધુને ન કહ્યું તેવું, અકૃત્ય 2. અવિધિએ ચરકાદિ દીક્ષા 3. દર્પ વગેરે 4. દૂષણ યોગ્ય 5, અનાચાર 6. અમદા, અનીતિ, અનુપદેશ 7, અસ્થિતકલ્પ) જેમ ગૃહસ્થોને અનીતિ અને અમર્યાદાને અકથ્ય-ત્યાજ્ય ગણી છે તેમ સાધુ-સાધ્વીજીઓ માટે અકથ્ય આહાર-વસ-પાત્રાદિને ત્યાજય કહેલા છે. આ અંગે દશવૈકાલિકાદિસત્રોમાં સુંદર વિવેચન કરાયેલું છે. તેમાં શિક્ષક સ્થાપના અને અકલ્પ સ્થાપના એમ બે પ્રકારના અકલ્પ બતાવી વિસ્તૃત ચર્ચા કરેલી છે. अकप्पठावणाकप्प - अकल्पस्थापनाकल्प (पु.) (અષણીય વસ્ત્ર-પાત્ર-પિંડાદિ અકથ્ય આચારનો ભેદ) જેમ બાળકનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનું ઉત્તરદાયિત્વ મા-બાપનું બને છે તેમ શ્રમણ સંઘના પોષણ કરવાનું ઉત્તરદાયિત્વ શ્રાવકસંઘનું બને છે. સાધુજીતકલ્પસૂત્રમાં પૂજ્ય સાધુ-સાધ્વીજીના વસ્ત્ર,પાત્ર, આહારાદિ આચારોનું વિધાન કરવામાં આવેલું છે. શ્રાવકો-સગૃહસ્થોનું પણ એ કર્તવ્ય બને છે કે સાધુ-સાધ્વીજી, અતિથિઓને શું કહ્યું છે અને શું અકલ્પનીય છે ઇત્યાદિ તેમના સંયમમાં સહાયક આહારાદિનો પોતાના તરફથી કરવાનો વિવેક ગુરુમુખેથી ભલી-ભાંતિ જાણી લેવો જોઈએ. अकप्पट्ठिय - अकल्पस्थित (पुं.) (અલકાદિ દશ પ્રકારના કલ્પ-મર્યાદાથી રહિત, વચ્ચેના 22 તીર્થકરોના સાધુ, ચારમહાવ્રતરૂપ યતિધર્મમાં સ્થિત). અચેલ એટલે જીર્ણવસ્ત્રાદિને ધારણ કરવા ઇત્યાદિ દશ પ્રકારના આચારો. જે પ્રથમ અને અન્તિમ તીર્થકરોના શાસનવર્તી શ્રમણ સંઘ માટે તીર્થકરોએ વિહિત કરેલા છે. માટે તેઓ કલ્પસ્થિત કહેવાય છે. શેષ બાવીસ તીર્થકરોના સાધુઓ માટે અચેલ વગેરે દશ પ્રકારના યતિધર્મનું પાલન ફરજિયાત નથી માટે તેઓને અકલ્પસ્થિત કહેવાય છે. અકલ્પસ્થિત એવા બાવીસ તીર્થકરોના સાધુઓમાં જેને ઉદેશીને બનાવેલા હોય તેને ન કહ્યું પરંતુ, અન્ય સર્વને કહ્યું. જ્યારે પહેલા ને છેલ્લા તીર્થકરોના સાધુઓને પોતાના માટે બનાવેલા આહારાદિ તો ન કલ્પે પણ અકલ્પસ્થિતને ઉદેશીને બનાવેલા પણ ન સ્પે. શ્રમણો સંબંધિત કલ્પ-અકલ્પાદિ સાધ્વાચારોનું વિસ્તૃત વર્ણન આચારાંગસૂત્ર, જીતકલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પસૂત્રાદિ આગમોમાં કરવામાં આવ્યું છે. अकप्पिय - अकल्पिक (पुं.) (અગીતાર્થ, જેને શાસ્ત્રોનું પૂરેપૂરું જ્ઞાન નથી તેવો જૈન સાધુ 2. અષણીય) આગમોમાં સાધુઓને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે, જે શાસ્ત્રજ્ઞાનથી વિકલ છે અથવા અલ્પજ્ઞાની છે તેવા સાધુની નિશ્રામાં રહેવું નકલ્પ. અર્થાતુ ઉત્સર્ગ–અપવાદના પરિજ્ઞાનથી રહિત ગમે તેવા સંયમી હોય તો પણ તેમની નિશ્રામાં સાધુએ ન રહેવું. પ્રભુની આ આજ્ઞા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અને જ્ઞાનીની જૈનશાસનમાં કેટલી મહત્તા છે. માટે જ કહેવાયું છે કે ‘ના તો રથ' અર્થાતુ, પ્રથમ જ્ઞાનપ્રાપ્તિ પછી દયાપાલન. જ્ઞાન વગર જીવદયાનું પાલન ઇત્યાદિ દુઃશક્ય પ્રાય: બની જાય છે. વિત (ત્રિ.). (અકલ્પિત, અયોગ્ય). આચારાંગસૂત્રની નિર્યુક્તિમાં સાધુ-સાધ્વીઓને ન કલ્પે તેવા ચારેય પ્રકારના આહારાદિનું જેમ સુંદર માર્ગદર્શન કરવામાં આવ્યું છે તેમ શ્રાવકોએ કેવા પ્રકારના આહારદિન બનાવવા જોઈએ તેનું પણ વર્ણન આગમગ્રંથોમાં કરવામાં આવ્યું છે. જેને ગૃહસ્થપણું સિદ્ધ કરવું છે અર્થાતુ શ્રાવકધર્મની યથોક્ત આરાધનાનું ફળ મેળવવું છે તેમણે તો વિશેષ કરીને આનું જ્ઞાન લેવું જરૂરી છે.