Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જે પણ સાધુ બનતા તેઓ નક્કર સોના જેવા હતા. આજે સાધુની સંખ્યા વધી છે પરંતુ, સાધુતાનો દુકાળ જોવા મળી રહ્યો છે. અ|િ - નર (.) (વસ્ત્ર આપનાર કલ્પવૃક્ષ 2. ત્રિ. નગ્ન ન હોય તે, વસ્ત્રથી આચ્છાદિત) અઢીદ્વીપમાં આવેલી પ્રત્યેક અકર્મભૂમિ તથા કર્મભૂમિમાં પણ ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરા અને અવસર્પિણીના પ્રથમ ત્રણ આરા સુધી યુગલિક જીવો વિદ્યમાન હોવાથી તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે દેવાધિષ્ઠિત કલ્પવૃક્ષો હોય છે. તે કલ્પવૃક્ષોમાંનું અણગિણ નામક એક કલ્પવૃક્ષ એવું હોય છે કે, તે યુગલિક જીવોને પહેરવા માટે દેવોના વસ્ત્રો જેવા મનોહર વસ્ત્રો આપે છે. . (બહુમૂલ્ય, કિંમતી, સર્વોત્તમ હોવાથી જેનું મૂલ્ય ન થઈ શકે તે) જેનું મૂલ્ય આંકી ન શકાય તે કહેવા અમૂલ્ય શબ્દ વપરાય છે. કોહીનૂર હીરાનું મૂલ્ય પૂછીએ તો જવાબ મળે તે તો અમૂલ્ય છે. વ્યક્તિ હીરા, મોતી, ઝર-ઝવેરાતની બહુમૂલ્યતાને જાણીને તેની સારસંભાળ કરી જાણે છે. પોતાની જાત પાછળ ન કરે તેટલી મહેનત જડ એવા ઝવેરાતોને સાચવવા પાછળ કરતો હોય છે. સોનાની બહુમૂલ્યતાને જાણનાર વ્યક્તિ પોતાને મળેલા માનવભવની અમૂલ્યતાને ભૂલી બેઠો છે. તેને અનંતાભાવે મળેલા મનુષ્યભવની સાચી કિંમત જ સમજાઈ નથી. જેથી તપ-જપ-સંયમ દ્વારા તેની સફળતા કરવાના બદલે આયુષ્યનો મોટા ભાગનો સમય મોજ-શોખ, ધન-દોલત વગેરે નાશવંત પદાર્થો પાછળ વેડક્યા કરે છે. अणग्घरयणचूल - अनर्घरत्रचूड (पुं.) (ભરૂચના મુનિસુવ્રતસ્વામી) પ્રાચીનનગરી એવા ભરૂચ નગરમાં ભગવાન મુનિસુવ્રતસ્વામી પધાર્યા હતા તેનો ઉલ્લેખ શાસ્ત્રગ્રંથોમાં અનેક જગ્યાએ થયેલો છે. વિવિધતીર્થકલ્પ નામક ગ્રંથમાં ૪૪મા કલ્પમાં અનર્ધરત્નચૂડ વિશેષણવાળા શ્રીમુનિસુવ્રતસ્વામી પ્રભુનો ઉલ્લેખ કરાયો છે. ગાય - મન (ત્રિ.) (પાપરહિત 2. નિર્મલ, સ્વચ્છ 3, લાવણ્યમય, મનોહર) ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ જ્યારે જૈનધર્મ નહોતા પામ્યા ત્યારે પરમાત્મા વીરની પ્રતિમા જોઇને મિથ્યામતિથી શ્લોક બનાવીને કહ્યું હતું કે, હે વીર! તારી પ્રતિમા જ કહી આપે છે કે, તું કોઈ ભગવાન નથી પરંતુ, મિઠાઇઓ અને લાડવાઓ આરોગનાર પહેલવાન છે. અને એ જ હરિભદ્રસૂરિ જૈનધર્મ પામીને તે જ પ્રતિમા જોઇ ત્યારે મુખમાંથી શબ્દો સરી પડ્યાઃ હે પ્રભુ વીર ! તારી લાવણ્યમયી મનોહર પ્રતિમા જ આપની વીતરાગતાને જણાવે છે. આપનામાં રાગ-દ્વેષનો સર્વથા અભાવ છે. હું ધન્ય છું કે, મને આપના દર્શન પ્રાપ્ત થયા. અધમથ - મનવમત (a.) (નિર્મલ બુદ્ધિવાળા) ઉપમિતિ ભવપ્રપંચા કથામાં સિદ્ધર્ષિ ગણિ ભગવંતે ફરમાવ્યું છે કે, અનંતકાળથી સંસારચક્રમાં ભમતા જીવને પુણ્યોદયે જિનશાસનરૂપી મહેલમાં પ્રવેશ મળ્યા બાદ જ્યારે તેને સદૂગરૂનો સમાગમ પ્રાપ્ત થાય છે ત્યારે સદ્દગુરૂ તે જીવની આંખોમાં શાસ્ત્રારૂપી અંજન પૂરે છે અને અત્યાર સુધી જે મિથ્યાત્વથી વાસિત બુદ્ધિ હતી તે સમ્યક્તથી નિર્મલબુદ્ધિવાળો બને છે. ત્યારબાદ નિર્મલબુદ્ધિવાળો જીવાત્મા પોતાના હિત અને અહિતનો વિવેક કરી જાણે છે. अणचउक- अनन्तानुबन्धिचतुष्क (न.) (અનંતાનુબંધી કષાય ચતુષ્ક) અનંતા ભવોની હારમાળા સર્જનાર કષાયને શાસ્ત્રકારોએ અનંતાનુબંધી કષાય તરીકે વર્ણવ્યો છે. અનંતાનુબંધીની કોટિમાં આવતા કષાયની તીવ્રતા ઉત્કૃષ્ટ કક્ષાની હોય છે. આ કષાયમાં રહેલો આત્મા સ્વ-પર, હિત-અહિત, ધર્મ-અધર્મ બધા ભેદોનું ભાન ભૂલી બેસે છે. યાવતુ પોતાના આત્મગુણોને પણ વિસારી દે છે. ચાર કષાયના વમળમાં અટવાયેલો જીવ અનંતા ભવો સુધી દુર્ગતિ અને દુર્દશાને પ્રાપ્ત કરે છે. 229