Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અંગલક્ષણશાસ્ત્ર પણ કહે છે. એમાં પુરુષ-સ્ત્રીનાં વિવિધ અંગોના શુભાશુભ કથનો હોય છે. તેમાં મસ્તક માટે કહેલું છે કે જે વ્યક્તિના મસ્તકનો અગ્રભાગ-લલાટ અષ્ટમીના ચંદ્ર જેવો હોય તે ઉદાર સ્વભાવનો તથા સુખી હોય છે. अग्गसिहर - अग्रशिखर (न.) (વનસ્પતિનો અગ્રભાગ) કસાઈના હાથમાં ચઢી ગયેલા બકરાના જીવનનો કોઈ ભરોસો નથી. કેમ કે કસાઇ તેને ગમે ત્યારે હલાલ કરી શકે છે. વનસ્પતિના અગ્રભાગે રહેલા પાણીના બિંદુનો કોઈ ભરોસો નથી. કેમ કે ગમે ત્યારે હવા આવશે અને તે ખરી પડશે. તેમ કર્મરાજાની નજરે ચઢીગયેલા ખોટા કાર્યો કરનાર ક્યાં સુધી સુખ ભોગવી શકશે તેનો ભરોસો નથી. કેમ કે જે દિવસે કર્મની વક્રદૃષ્ટિ થશે તે દિવસે તે જીવ નરક-નિગોદમાં પટકાઇ જશે. જ્યાં કોઈ તેને બચાવનારું નહીં હોય. अग्गसुयक्खंध - अग्रश्रुतस्कन्ध (पुं.) (આચારાંગનો દ્વિતીય શ્રુતસ્કંધ) સન્સલ્ટર ટીગ્નફલુંટ૮ટન્ટ જેસંગ્રહસ્ત છેતેસ્ટ’–કુલ ૨છે. તેનેટજગમwાં છે મારાંગભુત્ર. આ ગ્રંથમાં ભગવાન મહાવીરના સાધનાકાળના જીવનપ્રસંગો અને સાધુ સાધ્વીઓના ઉત્કૃષ્ટ આચારોની વાતો કરવામાં આવેલી છે. તેના કુલ 25 અધ્યયન છે અને બે શ્રુતસ્કંધમાં વિભક્ત છે. વાતો - અા (સ્ત્રી) (હાથીની સુંઢનો અગ્રભાગ, સુંઢનો આગળનો ભાગ). પ્રાચીન કાળમાં જે રાજ્યનો રાજા પુત્ર વિના મરણ પામે ત્યારે નવો રાજા નીમવા માટે મંત્રીમંડળ રાજહસ્તિના સુંઢના અગ્રભાગે જલથી ભરેલો કળશ સ્થાપતા હતા. આખા નગર કે રાજયના પરિભ્રમણ દરમ્યાન રાજતિ જે વ્યક્તિના મસ્તક પર તે કળશ ઢોળે તેને રાજા તરીકે નિયુક્ત કરવામાં આવતો હતો. મગ - ગાદ(.) (મમતા-અભિનિવેશ 2. આવેશ 3. મિથ્યા આગ્રહ 4. આસક્તિ 5. અનુગ્રહ 6. આક્રમણ 7. ગ્રહણ કરવું તે). અભવ્ય જીવ ચારિત્ર ગ્રહણ કરીને ઘોરતપ, કષ્ટમય અભિગ્રહો, વિવિધ પ્રકારના ઉપસર્ગો અને પરિષહો હસતા મુખે સહન કરે છે. છતાં પણ તે મોક્ષસુખને નથી પામી શકતો અને સંસારચક્રમાં ભમ્યા જ કરે છે. તેનું મુખ્ય કારણ છે મિથ્યાભિનિવેશ. અભવ્યજીવ ચારિત્રની અંદર આરાધના કરતો હોવા છતાં પરમાત્માએ કહેલી વાતોને શ્રદ્ધાથી ક્યારેય સ્વીકારતો નથી, તેનામાં મિથ્યાત્વ ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે દર્શનભ્રષ્ટનો મોક્ષ ક્યારેય સંભવ નથી. अग्गहछेयकारि (ण) - आग्रहछेदकारिन् (त्रि.) (મૂછનો છેદ કરનાર 2. મિથ્યાગ્રહનો છેદ કરનાર) જીવ અપૂર્વકરણની પ્રક્રિયા દ્વારા તીવ્રપુરુષાર્થ વડે અનાદિકાલીન મિથ્યાત્વની ગ્રંથીને છેદીને સમ્યગ્દર્શનગુણની પ્રાપ્તિ કરે છે. ત્યારપછી તે જીવનો અનંત પુદ્ગલપરાવર્તનમય સંસાર ઘટીને માત્ર અર્ધપગલપરાવર્ત જેટલો જ બાકી રહે છે અને પછી તો તે સમ્યગ્દર્શની આત્માને દુનિયાની કોઈ તાકાત શ્રદ્ધાથી હલાવી શકતી નથી. અ UT - 3 () (અનાદર, અસ્વીકાર). નિગોદસ્થાનમાં રહેલા જીવને અશુભ મન-વચન અને કાયાનો વ્યાપાર ન હોવા છતાં પણ તે પ્રતિક્ષણ નવા કર્મોનો બંધ કરતો જ રહે છે. તેને ભલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન હોય પરંતુ, એકમાત્ર અજ્ઞાનદોષ તેનામાં રહેલો છે અને અજ્ઞાન એટલે મિથ્યાત્વ. તેવાને સત્ય જાણવાનો અને સ્વીકારવાનો અભાવ એટલે અનાદર હોય છે. નિગોદના જીવ તો કર્મવશ અજ્ઞાની છે પરંતુ, મનુષ્યગતિમાં રહેલા આપણને તો કોઈ બાધા નથી. તો પછી સત્ય જાણવા ને સ્વીકારવામાં શા માટે આનાકાની? अग्गहणवग्गणा - अग्रहणवर्गणा (स्त्री.) (વર્ગણાવિશેષ, ગ્રહણ ન થઈ શકે તેવો કર્મપુદ્ગલનો સમૂહ)